Site icon Revoi.in

મની લોન્ડરિંગ કેસ: મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને ઇડીનું તેડું

Social Share

મુંબઇ: મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સમન્સ મોકલ્યું છે. આ પૂર્વે ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની પણ પૂછપરછ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઇડી દ્વારા પરમબીર સિંહની પૂછપરછ કરવામાં આવશે. તેમણે જ સીએમ ઉદ્વવ ઠાકરેને પત્ર લખીને આ સમગ્ર મામલે અંગે જાણ કરી હતી. પરમબીર સિંહે આ પત્રમાં લખ્યું હતું કે, સચીન વાઝેએ એમને જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અનિલ દેશમુખે તેમને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું. જેમાં અનિલ દેશમુખની સંડોવણી અંગે તપાસ કરવા માટે તેને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જો કે તેમણે બીમાર હોવાનું કારણ આગળ કરીને હાજર થવામાં અસમર્થતા જાહેર કરી હતી.

આ પૂર્વે 100 કરોડના કથિત લાંચ અને  વસૂલીના મની લોન્ડરિંગ(Money Laundering)  કેસમાં દેશમુખને ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરમબીર સિંહ 1988 બેચના આઇપીએસ ઓફિસર છે અને તે હાલ મહારાષ્ટ્રના હોમ ગાર્ડ યુનિટના ડિરેક્ટર જનરલ છે.

100 કરોડના કથિત લાંચ અને વસૂલી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દેશમુખને ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ આરોપોને કારણે દેશમુખે આ વર્ષે એપ્રિલમાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.