Site icon Revoi.in

પંજાબમાં ફરી ઘમાસાણ, નવજોત સિંહ સિદ્વુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

Social Share

નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં ફરી એક વાર રાજકીય ઘમાસાણ જોવા મળ્યું છે. નવજોત સિંહ સિદ્વુએ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને દરેકને ચોંકાવી દીધા છે. નવજોત સિંહ સિદ્વુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું આપ્યું હતું.

સોનિયા ગાંધીને મોકલેલા પત્રમાં નવજોત સિંહ સિદ્વુએ લખ્યું છે કે, કોઇપણ વ્યક્તિના વ્યક્તિત્વમાં પડતી સમાધાનથી શરૂ થાય છે, હું પંજાબના ભાવિને લઇને કોઇ સમાધાન કરી શકતું નથી. તેથી હું પંજાબ પ્રદેશ અધ્યક્ષ પદેથી તાત્કાલિક રાજીનામું આપું છું.

નવજોત સિંહ સિદ્ધુનુ રાજીનામુ એટલા માટે પણ ચોંકાવનારૂ છે કેમ કે કોંગ્રેસ હાઈકમાન્ડે જ આમને પ્રદેશ અધ્યક્ષ પદ માટે પસંદ કર્યા હતા સાથે જ તેમની સાથે જ વિવાદના કારણે કેપ્ટન અમરિંદર સિંહે પોતાનુ પદ છોડવુ પડ્યુ હતુ.

પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહના પદ છોડ્યા બાદ જ કોંગ્રેસ હાઇકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્ર બનાવ્યા હતા પરંતુ તાજેતરમાં જે રીતે પંજાબમાં કેબિનેટ વિસ્તરણ થયું તેનાથી નવજોત સિંહ સિદ્વુ નાખુશ છે.

ચરણજીત સિંહ ચન્નીના મુખ્યમંત્રી બન્યા બાદ જે રીતે તસવીર આવી હતી, તેની પર પણ ઘણો વિવાદ થયુ હતુ, જ્યાં નવજોત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો હાથ પકડ્યા હતા, આની પર કોંગ્રેસની અંદર જ પ્રશ્ન ઉભા થયા હતા.

મહત્વનું છે કે, પંજાબમાં નવા મુખ્યમંત્રી બન્યા બાદ જે રીતે કેબિનેટનો વિસ્તાર થયો, તેમાં નવજોત સિંહ સિદ્વુનું કંઇ ચાલતું નહોતું, કેન્દ્રીય હાઇકમાન્ડે સમગ્ર રીતે પોતાની રણનીતિ પર કામ કર્યું. તેનાથી લીધે પણ સિદ્વુ નારાજ છે તેવું માનવામાં આવી રહ્યું છે.