Site icon Revoi.in

નારાજીનામા બાદ સિદ્વુનો પ્રથમ વીડિયો સંદેશો, ‘હક્ક-સત્ય માટે લડતો રહીશ’

Social Share

નવી દિલ્હી: પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઘમસાણ વચ્ચે નવજોત સિંહ સિદ્વુએ પંજાબ કોંગ્રેસ પ્રમુખ પદથી ગઇકાલે નારાજીનામું આપ્યું હતું. આ બાદ સિદ્વુએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સુદ્વુંનું આ પહેલું મહત્વનું નિવેદન છે. સિદ્વુના કહેવા પ્રમાણે તેઓ પોતાના મુદ્દાઓ સાથે સમજૂતી નથી કરી શકતા. તેઓ સત્ય અને હક્કની લડાઇ લડતા રહેશે.

નવજોત સિંહ સિદ્વુએ વીડિયોથી કહ્યું કે, પ્યારા પંજાબીઓ, 17 વર્ષની રાજકીય સફર એક ઉદ્દેશ્ય સાથે ખેડી છે. પંજાબના લોકોની જિંદગી વધુ સારી બનાવવી અને મુદ્દાઓનું રાજકારણ કરવું તે જ મારો ધર્મ હતો અને આ જ મારી ફરજ છે. હું કોઇ અંગત લડાઇ નથી લડ્યો. મારી લડાઇ મુદ્દાઓની છે, પંજાબનો પોતાનો એક એજન્ડા છે. આ એજન્ડા સાથે હું મારા હક્ક-સત્યની લડાઇ લડતો રહ્યો છું. આ માટે કોઇ સમજૂતી જ નથી.

વધુમાં જણાવ્યું હતું કે, ‘મારા પિતાએ એક જ વાત શીખવાડી છે, જ્યાં પણ મુશ્કેલી સર્જાય ત્યારે સત્યની લડાઈ લડો. જ્યારે પણ હું જોઉં છું કે સત્ય સાથે સમજૂતી થઈ રહી છે, જ્યારે હું જોઉં છું કે જેમણે થોડા સમય પહેલા બાદલ સરકારને ક્લીન ચીટ આપી, બાળકો પર ગોળીઓ ચલાવી તેમને જ ન્યાયની જવાબદારી અપાઈ હતી. જેમણે ખુલીને બેલ (જામીન) આપ્યા, તે એડવોકેટ જનરલ છે.’

સિદ્વુએ કહ્યું કે ના હું હાઇકમાનને ગુમરાહ કરી શકું કે ના, હું તમને ગુમરાહ થવા દઇ શકું. પંજાબના લોકો માટે હું કોઇપણ વસ્તુની કુરબાની આપીશ, પરંતુ મારા સિદ્વાંતો પર લડીશ, કલંકિત નેતા, કલંકિત ઓફિસર્સની વાપસી કરીને એજ સિસ્ટમ ઉભી ના કરી શકાય.