Site icon Revoi.in

IRCTCના ઑનલાઇન ટિકિટ માટે નવા નિયમો, આ રીતે હવે ટિકિટ બુક કરી શકશો

Social Share

નવી દિલ્હી: લાંબા સમયથી ટિકિટ બુક નહીં કરી શકનારા યાત્રીઓ માટે રેલ્વેએ નિયમોમાં ફેરફાર કર્યા છે. આ માટે ટિકિટ લેવા માટે મોબાઈલ નંબર અને ઈમેલનું વેરિફિકેશન કરાશે.

જો તમે પણ ટ્રેનની ટિકિટ ઑનલાઇન બૂક કરાવતા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશને ઑનલાઇન ટિકિટ લેનારાના મોબાઇલ નંબર અને ઇમેઇલનું વેરિફિકેશન કરાવવાનું કહ્યું છે. આ પછી જ તમે ટિકિટ લઇ શકશો. આ નિયમ એ યાત્રીઓ માટે છે જે લાંબા સમયથી ટિકિટ ખરીદી રહ્યા નથી, જો કે આ પ્રક્રિયામાં 50-60 સેકન્ડનો સમય લાગી શકે છે.

લોકોએ હવે IRCTCના પોર્ટલથી ટિકિટ ખરીદવા મોબાઇલ નંબર અને ઇમેઇલ વેરિફાઇ કરાવવાના રહે છે. આ પછી જ ટિકિટ મળશે. નિયમિત ટિકિટ બુક કરાવનારા માટે આ પ્રક્રિયા વારંવાર કરવાની રહેશે નહીં.

IRCTC ઑનલાઇન ટિકિટ આપી રહ્યું છે. યાત્રીઓ આ પોર્ટલથી લોગઇન અને પાસવર્ડ બનાવે છે અને ટિકિટ બુકિંગ કરે છે. આ માટે ફોન નંબર અને ઇમેઇલ આઇડી આવશ્યક છે. તે વેરિફાઇ કર્યા બાદ જ તમે ટિકિટ બૂક કરાવી શકો છો.

કોરોનાના ઘટતા કહેર વચ્ચે હવે ટિકિટનું વેચાણ વધ્યું છે. 24 કલાકમાં 8 લાખ ટ્રેન ટિકિટ બૂક થઇ રહી છે. IRCTCના દિલ્હી મુખ્યાલય અનુસાર જે એકાઉન્ટ નિષ્ક્રિય હતા તેને સુનિશ્વિત કરવા માટે મોબાઇલ નંબર તેમજ ઇમેઇલ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરાઇ.

જ્યારે તમે IRCTC પોર્ટલ પર લોગઇન કરો છો તો વેરિફિકેશન વિંડો ખુલે છે. તેની પર પહેલાથી રજિસ્ટર્ડ મેઇલ અને મોબાઇલ નંબર રહે છે. આ નંબર ભર્યા બાદ વેરિફિકેશન ઑપ્શન દેખાશે. એડિટ વિકલ્પ પસંદ કરીને તમે તેને ચેન્જ કરી શકો છો.