Site icon Revoi.in

હવે ટ્રેનોમાં ફ્રી વાઇ-ફાઇની સુવિધા નહીં મળે, આ છે તેનું કારણ

Social Share

નવી દિલ્હી: ભારતમાં મોટા ભાગના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે ફ્રી વાઇ-ફાઇ સુવિધા પ્રદાન કરવામાં આવતી હોય છે. રેલવે મંત્રાલયની એવી પણ યોજના હતી કે, જે રીતે સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઇની સુવિધા પ્રાપ્ત થાય છે તે જ રીતે ટ્રેનમાં પણ આ સુવિધા મળે. પરંતુ એવું નહીં થઇ શકે. એવું એટલા માટે કે, રેલવેએ ટ્રેનોમાં ઇન્ટરનેટ સેવા આપવાની યોજના પડતી મૂકી છે.

ભારતમાં હજારો મુસાફરો ટ્રેનનો ઉપયોગ કરે છે. તેમને ફ્રીમાં વાઇ-ફાઇ ઇન્ટરનેટ મળે, તેના માટે રેલવેએ એક પ્રોજેક્ટની શરૂઆત કરી છે. તે અંતર્ગત ગૂગલ આ સેવા ઉપલબ્ધ કરાવી રહી છે.

હવે રેલવે સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઇ સુવિધા નહીં મળે. હવે જો તમે વાઇ-ફાઇ સેવાનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો તેના માટે વિનંતી કરવી પડશે. તે પછી તમને 30 મિનિટ માટે ફ્રી વાઇ-ફાઇ સેવા મળશે. જો, તેનાથી વધુ સમય માટે તમારે વાઇ-ફાઇ જોઇએ છો તો તમારે તેના માટે ચાર્જ આપવો પડશે. તમને 30 મિનિટ સુધી જ જે ફ્રી વાઇ-ફાઇ મળશે, તેની સ્પીડ પણ માત્ર 1 MBPS હશે.

હાલમાં ભારતીય રેલવે દ્વારા 6,000થી વધુ સ્ટેશનો પર વાઈ-ફાઈ સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધા રેલવે મંત્રાલય અંતર્ગત જાહેર ક્ષેત્રના સાહસ (પીએસયુ) રેલટેલની મદદથી આપવામાં આવી રહી છે. જોકે, જ્યારે રેલટેલે ગુગલની મદદથી વર્ષ 2015માં આ સેવા શરૂ કરવામાં આવી હતી, એ સમયે લગભગ 400 સ્ટેશનોમાં જ તેને ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય હતું. સમયાંતરે લક્ષ્ય વધતું ગયું અને નવા સ્ટેશન જોડાતા ગયા.

વર્ષ 2010માં તત્કાલીન રેલવે મંત્રી અને હાલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચાલતી ટ્રેનમાં વાઈ-ફાઈ સુવિધાનું સપનું જોયું હતું. તેને પાયલટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવા માટે સૌથી પહેલા નવી દિલ્હીથી હાવડા વચ્ચે ચાલતી હાવતા રાજધાનીને પસંદ કરાઈ હતી. ત્યારબાદ સમયાંતરે અલગ અલગ ટ્રેનોમાં તે સુવિધા લાગૂ કરાઇ હતી.

નોંધનીય છે કે, ટ્રેનોમાં ઈન્ટરનેટ કનેક્શન આપવાની યોજના પડતી મૂકાઈ છે. કેમકે, તે પડતર ખર્ચ પ્રભાવી ન હતો. તે સાથે જ, મુસાફરોને ઈન્ટરનેટ બેન્ડવિડ્થની ઉપલબ્ધતા પણ પૂરતી ન હતી. એટલે પ્રોજેક્ટ પડતો મૂકાયો છે. તેમણે કહ્યું કે, ટ્રેનોમાં વાઈ-ફાઈ આધારિત ઈન્ટરનેટ સેવાઓની જોગવાઈ માટે યોગ્ય પડતર પ્રભાવી ટેકનીક ઉપલબ્ધ નથી. જોકે, પૂર્વ રેલવે મંત્રી પીયૂષ ગોયલે વર્ષ 2019માં કહ્યું હતું કે, કેન્દ્ર આગામી ચાર-ચાડા ચાર વર્ષ દરમિયાન બધી મહત્વપૂર્ણ ટ્રેનોમાં વાઈ-ફાઈ સેવા આપવાની યોજના તૈયાર થઈ રહી છે.