Site icon Revoi.in

સરકારનો મહત્વનો નિર્ણય, ક્રીમી લેયરની મર્યાદા વધારાશે

Social Share

નવી દિલ્હી: હવે ઓબીસી અનામત વધારવાનો નિર્ણય લેવાઇ શકે છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્રને જણાવ્યું કે, તે ક્રીમી લેયરની લિમિટ વધારવાની છે. હાલ વર્તમાન ક્રીમી લેયરની મર્યાદા 8 લાખની છે પરંતુ હવે સરકાર તેને વધારવાની છે. આગામી 4 સપ્તાહની અંદર આ મામલે નિર્ણય લેવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હવે તે આર્થિક રીતે નબળા વર્ગવાળા ક્રાઇટેરિયાને બદલવા માટે જઇ રહી છે. અત્યાર સુધી જે ઉમેદવાર પરિવારની વાર્ષિક આવક 8 લાખ કરતાં ઓછી હતી તેમને EWSમાં રાખવામાં આવતા હતા. પરંતુ હવે અહીં જ મહત્વનું પરિવર્તન થશે. સરકાર આ 8 લાખવાળી લિમિટ વધારવા જઇ રહી છે. આ નિર્ણય લાગુ થશે તે સાથે જ એક મોટા વર્ગને ફાયદો થશે.

નોંધનીય છે કે,  હાલ એ અંગેની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે, સરકાર આ ક્રીમી લેયરમાં કેટલું પરિવર્તન કરવા જઈ રહી છે. જોકે કેટલાક લોકો 10 લાખના ક્રાઈટેરિયાને લાગુ કરાવવા ઈચ્છે છે તો કેટલાક લોકો 12 લાખ સુધીની માગણી કરી રહ્યા છે. હવે સરકાર કઈ બાજુ નમે છે તે 4 સપ્તાહની અંદર સ્પષ્ટ થઈ જશે.