Site icon Revoi.in

5G વિરુદ્વ જૂહી ચાવલાની અરજી મીડિયા પ્રચાર માટે: દિલ્હી હાઇકોર્ટ

Social Share

નવી દિલ્હી: દેશમાં 5G નેટવર્ક વિરુદ્વ બોલિવૂડ અભિનેત્રી અને પર્યાવરણવિદ જૂહી ચાવલાએ અરજી કરી હતી જેના પર દિલ્હી હાઇકોર્ટે આ અરજીને દોષપૂર્ણ કરાર આપતા કહ્યું હતું કે, તેમની આ અરજી મીડિયા પ્રચાર માટે કરવામાં આવી હતી. હાઇકોર્ટે સરકારને જાણ કર્યા વિના 5G વાયરલેસ નેટવર્ક વિરુદ્વ કોર્ટમાં જવાની વૃત્તિ પર સવાલ ઉભા કર્યા હતા.

આ અંગે સુનાવણી દરમિયાન જસ્ટિસ જે આર મિઢાએ કહ્યું હતું કે, જૂહી ચાવલા અને બે લોકોએ પોતાના અધિકારોને લઇને સરકારનો સંપર્ક સાધવાની જરૂર હતી, જો સરકાર ઇનકાર કરતી ત્યારે તેમણે કોર્ટમાં આવવાની જરૂર હતી. કોર્ટે આ અરજીને દોષપૂર્ણ ઠેરવતા તેને મીડિયા પ્રચારનો કિમીયો ગણાવ્યો હતો. કોર્ટ મુજબ આ ઘટના ચોંકાવનારી છે.

નોંધનીય છે કે, 5G નેટવર્ક વિરુદ્વ જૂહી ચાવલાએ દાવો કર્યો હતો કે, 5G વાયરલેસ નેટવર્ક મનુષ્ય સહિત પશુ-પક્ષીઓ માટે નુકસાનકર્તા છે. તેમના દ્વારા અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, 5જી યોજના પૂરી થતાં પૃથ્વી પર કોઇ વ્યક્તિ, પશુ, પક્ષી બચી નહીં શકે.