Site icon Revoi.in

સુપ્રીમ પહોંચ્યો Pegasus જાસૂસી મામલો, SIT તપાસ અને સોફ્ટવેર ખરીદી પર રોક લગાવવા કરાઇ અરજી

Social Share

નવી દિલ્હી: પેગાસસ સોફ્ટવેર મારફતે દેશના અનેક પત્રકારો અને કાર્યકરોની જાસૂસી મામલે હવે તેના ઉંડા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યા છે. હવે પેગાસસ જાસૂસી મામલે SIT દ્વારા તપાસ કરાવવાની તેમજ સોફ્ટવેરની ખરીદી પર રોક લગાવવાની માગણી કરાઇ છે. જાસૂસીના રિપોર્ટ્સની SIT દ્વારા તપાસ થાય તેવી માંગણી અરજીમાં કરાઇ છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર વકીલ એમ એલ શર્માએ દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે, પેગાસસકાંડ ઊંડી ચિંતાનો વિષય છે અને તે ભારતીય લોકતંત્ર, ન્યાયપાલિકા અને દેશની સુરક્ષા પર ગંભીર હુમલો છે. વ્યાપક સ્તર અને કોઇપણ જવબાદારી વગર નિગરાણી કરવી નૈતિક રીતે ખોટું છે. સ્પાયવેરનો ઉપયોગ વ્યાપકપણે કરાયો છે.

અરજીકર્તાએ કહ્યું છે કે સર્વિલાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ વ્યાપક સ્તરે થઈ રહ્યો છે અને તે વૈશ્વિક સુરક્ષા અને માનવાધિકારનો મુદ્દો છે. તેની દુનિયાભરમાં અસર થઈ છે. પેગાસસ માત્ર સર્વિલાન્સ ટુલ નથી પરંતુ એક સાઈબર હથિયાર છે. જો જાસૂસી કાયદેસર રીતે થઈ રહી હોય તો પણ તે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે. તેમાં કહેવાયું છે ‘પેગાસસ માત્ર નિગરાણી ઉપકરણ નથી. તે એક સાઈબર હથિયાર છે જેને ભારતીય સરકારી તંત્ર વિરુદ્ધ ઉપયોગ કરાઈ રહ્યું છે. ભલે તે એક અધિકૃત રીતે હોય (જેને લઈને સંશય છે) પરંતુ પેગાસસનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે.’

પ્રાઈવસી કઈ છૂપવવાની ઈચ્છા નથી હોતી, તે સ્વયં એવી જગ્યા હોય છે જ્યાં આપણા વિચારો અને આપણા અસ્તિત્વ કોઈ અન્યના ઉદ્દેશ્યોનું સાધન નથી હોતા. આ ગરિમા માટે જરૂરી તત્વ છે. અરજીમાં કહેવાયું છે કે પેગાસસનો ઉપયોગ ફક્ત વાતચીત સાંભળવા માટે નથી થતો, પરંતુ તેના ઉપયોગથી વ્યક્તિના જીવન વિશે સમગ્ર ડિજિટલ જાણકારી મેળવી લેવામાં આવે છે અને તેનાથી માત્ર ફોનનો માલિક જ અસહાય નથી થતો પરંતુ તેની સંપર્ક સૂચિમાં સામેલ દરેક વ્યક્તિ આવું મહેસૂસ કરે છે.

જનહિત અરજીમાં દાવો કરાયો છે કે એવું કહેવાય છે કે એનએસઓ ગ્રુપ કંપનાના ગ્રાહકોએ 2016 બાદથી લગભગ 50 હજાર ફોન નંબરને નિશાન બનાવ્યા છે. અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટની નિગરાણીમાં એસઆઈટીની રચના કરવાના આદેશ આપવામાં આવે. પેગાસસ સ્કેન્ડલની તપાસ કરવામાં આવે અને જેણે પણ પેગાસસ સ્પાયવેર ખરીદ્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

અરજીમાં ભલામણ કરાઈ છે કે આ કાંડની તપાસ અને રાજનીતિક હિત સાધવા માટે 2017 બાદથી ન્યાયાધીશો, વિપક્ષના નેતાઓ, રાજનીતિક લોકો, કાર્યકરો, સલાહકારો અને અન્યની કથિત જાસૂસી કરવા તથા પેગાસસ ખરીદનારા મંત્રીઓ અને તમામ આરોપીઓ વિરુદ્ધ તપાસ કરવા તથા અભિયોગ ચલાવવા માટે સુપ્રીમ કોર્ટની નિગરાણીમાં એસઆઈટી બનાવવામાં આવે.