Site icon Revoi.in

હલ્દવાનીમાં પીએમ મોદીએ 17,500 કરોડના 23 પ્રોજક્ટ્સનો કર્યો શિલાન્યાસ, કહ્યું – ઉત્તરાખંડ વિકાસનો દાયકો જોઇ રહ્યું છે

Social Share

નવી દિલ્હી: પીએમ મોદી આજે હલ્દવાનીની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓએ ત્યાં 17,500 કરોડ રૂપિયાના 23 પ્રોજેક્ટનું ઉદ્વાટન અને શિલાન્યાસ કર્યો હતો. 23 પ્રોજેક્ટ્સમાંથી રૂ. 14,100 કરોડથી વધુની કિંમતના 17 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં સિંચાઇ, રસ્તા, આવાસ, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો, સ્વચ્છતા, પીવાના પાણીના પુરવઠાને લગતી યોજનાઓ સામેલ છે.

શિલાન્યાસ કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ તમામ પ્રોજેક્ટને કારણે કુમાઉના તમામ લોકોને સારી કનેક્ટિવિટી અને સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. આજે કુમાઉ આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થું તો ઘણી જૂની યાદો પણ તાજી થઇ. હું ઉત્તરાખંડની આ ટોપી પહેરીને ગૌરવાન્તિત છે. જે તમે પણ ખૂબ જ આત્મીયતાથી પહેરી રહ્યાં છો.

પીએમ મોદીએ હલ્દવાની શહેરના વિકાસ કાર્યો પર ભાર મૂકતા કહ્યું કે, હલ્દવાની શહેરના એકંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અમે લગભગ 2,000 કરોડ રૂપિયાની યોજના લઇને આવી રહ્યા છીએ. હવે હલ્દવાનીમાં દરેક જગ્યાએ પાણી, ગટર, રસ્તા, પાર્કિંગ, સ્ટ્રીટ લાઇટમાં અભૂતપૂર્વ સુધારો થશે. આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવવા માટે અમે આવા અનેક વિકાસ કાર્યો ઝડપી ગતિએ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ઉત્તરાખંડના વિકાસની ગાથા વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, સ્વતંત્રતા બાદથી અહીંના લોકોએ વધુ બે પ્રવાહો જોયા છે. એક પ્રવાહ છે – પર્વતને વિકાસથી દૂર રાખવા માટે. બીજો પ્રવાહ પર્વતના વિકાસ મટે દિવસ-રાત એક કરવાનો છે. આજે અમારી સરકાર સબકા સાથે, સબકા વિકાસના મંત્ર સાથે દેશને ઝડપી ગતિએ નવી ઊંચાઇઓ પર લઇ જવા માટે વ્યસ્ત છે.