Site icon Revoi.in

કોરોનાના સંકટકાળમાં હવે રેલવે આવી લોકોની વહારે, હવે ઑક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડશે

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. એક તરફ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ હોસ્પિટલમાં બેડ અને ઑક્સિજનની અછત સર્જાઇ છે. કોરોનાના સતત કેસ વધવાને કારણે દેશમાં ઑક્સિજનની માંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આ સંકટના સમયે હવે ભારતીય રેલવે ફરીથી લોકોની વહારે આવી છે. ભારતીય રેલવેએ હવે ઑક્સિજન એક્સપ્રેસ નામે ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોના પરિચાલનમાં વિલંબ ના થાય તે હેતુસર રેલવેએ ગ્રીન કોરિડોરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે દેશના અનેક રાજ્યોમાં ઑક્સિજનની સપ્લાય ઝડપી બની શકશે.

ટ્વિટમાં તેમણે કહ્યું કે રેલવે પ્રવાહી મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સિલિનંડરના પરિવહન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રેલવે ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવાની તૈયારીમાં છે. ઓક્સિજન એક્સપ્રેસ કોઇ વિઘ્ન વિના દોડી શકે તે માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે.

આ અંગે રેલવેના એક અધિકારીએ કહ્યું કે, આગામી કેટલાક દિવસોની અંદર સમગ્ર દેશમાં પ્રવાહી મેડિકલ ઑક્સિજન તેમજ ઑક્સિજન સિલિન્ડરનું પરિવહન કરાશે. મહારાષ્ટ્રમાંથી ખાલી ટેન્કર લેવામાં આવશે અન જમશેદપુર, વિશાખાપટ્ટનમ, રાઉરકેલા, બોકરાથી ઑક્સિજન ભરવામાં આવશે.

(સંકેત)