Site icon Revoi.in

કાપડનું માસ્ક વારંવાર ધોઇને પહેરવું એ સ્વાસ્થ્ય માટે જોખમકારક: સર્વે

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્કને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને સર્જિકલ માસ્ક વધુ સારા હોવાનું હેલ્થ વર્કર્સ માનતા હતા.

જો કે આ દરમિયાન કપડાના માસ્કનું ચલણ વધ્યું હતું અને માસ્ક રિયુઝેબલ ગણાવાતું હતું. પરંતુ એક નવા અભ્યાસ અનુસાર વારંવાર ધોઇને પહેરાતા માસ્ક ખતરનાક સાબિત થઇ શકે છે. આ રીતે વારંવાર ધોવામાં આવતા માસ્કની વાઇરસ સામે લડવાની શક્તિ ઓછી થઇ જાય છે અને અન્ય અશુદ્વિઓ એમાં સહેલાઇથી ભળી જઇ શકે છે. સારી ગુણવત્તા હોય એવો માસ્ક પણ કોરોના વાયરસ સામે 70 ટકા જેટલું રક્ષણ આપતો હોય છે તેવું નિષ્ણાતો કહે છે.

હેલ્થ વર્કર્સના કહેવા અનુસાર સર્જિકલ માસ્ક સૌથી સારું. પરંતુ કપડાના માસ્ક પણ સારી એવી લોકપ્રિયતાને આંબ્યા. પર્યાવરણની દૃષ્ટિએ પણ સૂતરાઉ કાપડના માસ્ક સારા નિવડ્યા હતા. હવે થયેલા સંશોધન અનુસાર વારંવાર જે માસ્ક પહેરાય છે એ પોતાની અસરકારકતા અને પોતાનો મૂળ આકાર ગુમાવી બેસે છે. જે કાપડમાંથી માસ્ક બનાવાય છે એ સમયની સાથે પોતાનું મૂળ પોત ગુમાવતું હોય છે અને ઘસાતું જાય છે.

એક કોમ્પ્યુટર મેાડેલ પર સંશોધન કર્યા પછી  વિજ્ઞાનીઓ એવા તારણ પર પહોંચ્યા હતા કે જે કાપડમાંથી માસ્ક બનાવવામાં આવે એ મોં અને નાકમાં ઓક્સિજનના પ્રવેશની પ્રક્રિયામાં અસર કરવા ઉપરાંત સંક્રમણના જોખમને પણ અસર કરે છે. વારંવાર ધોઇને પહેરાતા માસ્કની વાઇરસ સામે રક્ષણ આપવાની ક્ષમતા ઘટી જાય છે અને વાપરનાર પર સંક્રમણ થવાનું જોખમ વધારી દે છે.

(સંકેત)