Site icon Revoi.in

ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં ભયંકર દુર્ઘટના, યુટિલિટી વાન ખીણમાં ખાબકતા 14નાં મોત, અન્ય ઘાયલ

Social Share

નવી દિલ્હી: ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. બાયલા ગામથી વિકાસનગર જઇ રહેલું એક યુટિલિટી વ્હિકલ ખીણમાં ખાબક્યું છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ યુટિલિટી વ્હિકલ ખીણમાં ખાબકતા તેમાં સવાર 19 લોકોમાંથી 14 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે.

આ દુર્ઘટના અંગે આસપાસના ગ્રામજનોને ખબર પડતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓ બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે. અત્યંત દુર્ગમ વિસ્તારમાં હોવાના કારણે રેસ્ક્યૂ ટીમને અકસ્માત સ્થળે પહોંચતા વધુ સમય લાગી રહ્યો છે.

Exit mobile version