Site icon Revoi.in

એક RTIમાં મહબૂબા મુફ્તીના ‘શાહી ખર્ચા’ અંગે થયો ખુલાસો, 28 લાખના કારપેટ અને 12 લાખની ચાદરો ખરીદી

Social Share

જમ્મૂ: મહબૂબા મુફ્તીના શાહી ખર્ચા અંગે એક આરટીઆઇમાં જોરદાર ખુલાસો થયો છે. મહબૂબા મુફ્તીએ જમ્મૂ કાશ્મીરના મુખ્યમંત્રી રહેવા દરમિયાન શ્રીનગરના ગુપકાર રોડ સ્થિત પોતાના અધિકૃત નિવાસના રિનોવેશન પર માત્ર 6 મહિનામાં જ અંદાજે 82 લાખ રૂપિયાનો જંગી ખર્ચ કરી નાખ્યો. આ રાશિની ચૂકવણી ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી.

જમ્મૂ કાશ્મીરના કાર્યકર્તા ઇનામ-નબી સોદાગર તરફથી દાખલ કરાયેલી એક આરટીઆઇથી જાણવા મળ્યું છે કે જાન્યુઆરી-જૂન 2018 દરમિયાન મહબૂબા મુફ્તીએ બેડશીટ, ફર્નિચર અને ટીવી જેવી ચીજવસ્તુઓ પર લગભગ 82 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. આરટીઆઇમાં એવો પણ ખુલાસો થયો હતો કે મહબૂબા મુફ્તીએ એક કાર્પેટ ખરીદવા માટે 28 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો.

જૂન 2018માં તેમણે અલગ-અલગ વસ્તુઓ પર 25 લાખ રૂપિયા કરતા વધુનો ખર્ચો કર્યો કે જેમાં એલઈડી ટીવી પર 22 લાખ રૂપિયાનો ખર્ચો સામેલ છે. તારીખ 1 સપ્ટેમ્બર, 2020ના રોજ મળેલા આરટીઆઈના જવાબની કોપીમાં 30 જાન્યુઆરી 2017ના રોજ 14 લાખ રૂપિયાનો ખર્ચો દેખાડવામાં આવ્યો છે. જેમાં 2,94,314 રૂપિયાનું એક ગાર્ડન અમ્બ્રેલા સામેલ છે. આરટીઆઈના જવાબથી જાણવા મળ્યું છે કે 22 ફેબ્રુઆરી, 2018ના રોજ 11,62,000 રૂપિયાની બેડશીટ ખરીદવામાં આવી હતી.

માર્ચ 2018ની વાત કરીએ તો મહબૂબા મુફ્તીએ લગભઘ 56 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે જેમાં ફર્નિચર પર 25 લાખ રૂપિયા અને કાર્પેટ ખરીદવા પર 28 લાખનો ખર્ચ કર્યો. ખરીદી કરવામાં આવેલા સામાનમાં ઑગસ્ટ 2016થી જુલાઇ 2018 સુધી 2 વર્ષના સમયગાળામાં 40 લાખ રૂપિયાની કટલરી આઇટમ પણ સામેલ છે.

(સંકેત)