Site icon Revoi.in

સનાતન વૈદિક ધર્મના અનુયાયીઓએ સચ્ચર કમિટિની કાયદેસરતાને સુપ્રીમમાં પડકારી

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં હિંદુ સંગઠન સનાતન વૈદિક ધર્મનાં અનુયાયીઓએ મુસ્લિમ સમુદાયની સામાજીક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ પર વર્ષ 2006માં બનેલી જસ્ટિસ રાજિન્દર સચ્ચર કમિટિની રિપોર્ટની કાયદેસરતા માટે દ્વાર ખખડાવ્યા છે.

આ અરજી મુજબ 9 માર્ચ 2005 નાં દિવસે વડાપ્રધાન કાર્યવાહી દ્વારા નિમવામાં આવેલી સચ્ચર કમિટિની નોટિફિકેશન કેબિનેટનો નિર્ણય નહીં પરંતું મનમોહન સિંહની મરજી પર આધારીત હતી.

તત્કાલિન વડાપ્રધાન પોતાની મરજીથી મુસ્લિમ સમુદાયની સામાજીક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિની માહિતી મેળવવા માટે આ સમિતિની રચના કરવાનો હુકમ આપવામાં આવ્યો, જ્યારે કલમ 14 તેમજ 15નાં આધારે કોઇપણ ધાર્મિક સમુદાયની સાથે અલગ વ્યવહાર ના કરી શકાય.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતીની તપાસ માટે આયોગની નિમણુક કરવાની શક્તિ ભારતનાં બંધારણની કલમ-340 હેઠળ ભારતનાં રાષ્ટ્રપતિ પાસે જ છે, આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સમિતિની રચના ભારતીય બંધારણની કલમ-77 નું ઉલ્લંઘન છે.