Site icon Revoi.in

સંસદમાં બનાવેલા કાયદામાં હવે પહેલા જેવી સ્પષ્ટતા નથી: CJI એન વી રમના

Social Share

નવી દિલ્હી: સંસદના ચોમાસા સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સાવ નિમ્ન સ્તર સુધી કરાયેલા હોબાળા બાદ દેશના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના પણ ચિંતિત થયા છે. તેમણે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સંસદમાં બનાવેલા કાયદામાં હવે સ્પષ્ટતા નથી. પહેલા સંસદની અંદર થનારી ચર્ચા ખૂબ જ સમજદારી સાથેની અને સકારાત્મક હતી. ત્યારબાદ કોઇપણ કાયદા પર સારી રીતે ચર્ચા થતી હતી. હવે ખેદજનક સ્થિતિ છે. હવે આપણા કાયદામાં ઘણું અંતર જોઇએ છીએ. કાયદા બનાવવામાં ઘણી અનિશ્વિતતા છે.

ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ CJIનું આ નિવેદન આવ્યું છે. વિપક્ષ એવો આરોપ લગાવી રહ્યા છે કે, પૂરતી ચર્ચા કર્યા વગર ઉતાવળમાં બિલ પાસ કરાવવામાં આવી રહ્યાં છે. ચોમાસુ સત્ર દરમિયાન સારી રીતે કામ થઇ શક્યું નહીં.

પહેલા સંસદમાં સમજી અને સકારાત્મક ચર્ચાઓ થતી હતી. જેનાથી અદાલતને કાયદાની પાછળના ઉદ્દેશ્ય અને નીયત સમજવામાં મદદ મળતી હતી.

તેમણે ઔદ્યોગિક નિવારણ કાયદાના સમયમાં સંસદીય ચર્ચાનું ઉદાહરણ આપ્યું જેમાં તમિલનાડુના એક સભ્યએ વિસ્તારથી તેના પર ચર્ચા કરી હતી. સીજેઆઈએ કહ્યુ કે, તેનાથી અદાલતો પર કાયદાની વ્યાખ્યા કે તેને લાગૂ કરવાનો ભાર થોડો ઓછો થાય છે, કારણ કે અમને ખ્યાલ રહેતો હતો કે કાયદો બનાવવાની પાછળ સંસદનો ઉદ્દેશ્ય શું છે.

સ્વતંત્રતા આંદોલન વિશે વાત કરતા તેઓએ કહ્યું હતું કે, સ્વતંત્રતા આંદોલનમાં વકીલોનો પણ ફાળો રહ્યો છે. તેમણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ વગેરેને યાદ કર્યા હતા. તેમણે આંદોલનનું નેતૃત્વ કર્યું અને આપણને આઝાદી અપાવી.