Site icon Revoi.in

IIT દિલ્હી બનાવ્યો નેનોશોટ, આ સ્પ્રે 96 કલાક અસરકારક રહે છે

Social Share

નવી દિલ્હી: IIT દિલ્હીએ એક અસરકારક સ્પ્રે વિકસિત કર્યો છે. આ સ્પ્રે સપાટી પર 96 કલાક એટલે કે 4 દિવસો સુધી પ્રભાવી રહે છે. આ સ્પ્રે વાયરસ અને બેક્ટેરિયાનો ખાતમો બોલાવવા માટે પ્રભાવી હોવા ઉપરાંત જૈવિક અને આલ્કોહોલ ફ્રી પણ છે. તે જમીન, કપડાં અને વાસણ સિવાયની તમામ સપાટીને સાફ કરવાની ક્ષમતા ધરાવે છે.

IIT દિલ્હીના સ્ટાર્ટઅપ રામજા જેનોસેંસરે આ વસ્તુ બનાવવાનો દાવો કર્યો છે. નેનોશોટ સ્પ્રે તૈયાર કરનારી ટીમે કરેલા દાવા પ્રમાણે આ બહુઉદ્દેશીય કાર્બનિક હાઇબ્રિડ સરફેસ કીટાણુનાશક સ્પ્રેનો એક શોટ 4 દિવસ માટે પ્રભાવી રહેશે.

રમજા જેનોસેંસરના સંસ્થાપક ડૉ. પૂજા ગોસ્વામીના કહેવા પ્રમાણે સપાટી પર એપ્લાય કર્યાની 30 સેકન્ડની અંદર નેનોશોટ બેક્ટેરિયા અને વાયરસને મારવાનું શરૂ કરી દે છે તે ટેસ્ટેડ અને પ્રમાણિત થઈ ચુક્યું છે. વાયરસ, બેક્ટેરિયા, ફૂગ વગેરે તેનો શિકાર બનશે અને તે 10 મિનિટમાં 99.9 ટકા રોગાણુઓને ખતમ કરી દેશે.

આ નેનોશોટ વિશે વાત કરીએ તો આ સંપૂર્ણપણે નોન ટોક્સિક છે અને માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળા NABLમાં પરીક્ષણ દરમિયાન તેનાથી કોઇ એલર્જી, ચકામા કે જલન નથી નોંધાઇ. સ્પ્રે કીટ, શોટ ગન અને નિયમિતપણે સ્પ્રે તરીકે અલગ-અલગ પેકમાં ઉપલબ્ધ આ સ્પ્રે વિવિધ સપાટીઓ પર ઉપયોગમાં લેવામાં ખૂબ સરળ સાબિત થશે.

(સંકેત)