Site icon Revoi.in

કેન્દ્રને અત્યાર સુધી ખરીદવામાં આવેલી વેક્સિનની સંપૂર્ણ વિગત આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ

Social Share

નવી દિલ્હી: કોરોના વેક્સિનેશનને લઇને સુપ્રીમ કોર્ટે આકરું વલણ દર્શાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે વેક્સિન ખરીદીની સંપૂર્ણ વિગત આપવાનું કહ્યું છે. કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો કે અત્યાર સુધી વેક્સિનની ખરીદી થઇ છે તેની સંપૂર્ણ વિગતો રજૂ કરે. આ સિવાય કેટલી વસ્તીનું વેક્સિનેશન થયું છે તેના પણ ડેટા રજૂ કરે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનની ખરીદીની દરેક વિગતો આપવા માટે નિર્દેશ કર્યો છે. તે ઉપરાંત કેટલી વસ્તીને રસી આપવામાં આવી ચૂકી છે અને બાકી બચેલા લોકોનું ક્યાં સુધી વેક્સિનેશન થઇ જશે તેની માહિતી આપવા કહ્યું છે. તે ઉપરાંત બ્લેક ફંગસની સારવાર માટે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે શું પગલાં લીધા તે અંગે પણ જાણકારી આપવા નિર્દેશ કરાયો છે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, સરકાર તે ડેટા આપે અને સ્પષ્ટપણે જણાવે કે ત્રણેય વેક્સિનની ખરીદી માટે ક્યારે-ક્યારે ઓર્ડર આપવામાં આવ્યો. દરેક તારીખ પર વેક્સિનના કેટલા ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો અને તેની સપ્લાયની અનુમાનિત તારીખ શું છે.

આ સિવાય સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને તે પણ જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી કેટલા ટકા વસ્તીને એક કે બે ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગ્રામીણ વિસ્તારમાં કેટલા ટકા લોકોને રસી મળી છે અને શહેરી ક્ષેત્રમાં કેટલા લોકોને તે પણ જાણકારી આપવાનો આદેશ કરાયો છે.