Site icon Revoi.in

Tata vs Mistry Case: મિસ્ત્રી નહીં બની શકે તાતાના અધ્યક્ષ, SCએ NCLATનો આદેશ રદ કર્યો

Social Share

નવી દિલ્હી: દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગ્રૂપમાંથી એક એવા તાતા ટ્રસ્ટને લઇને 5 વર્ષથી ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે તાતાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હવે સાયરસ મિસ્ત્રી તાતા ગ્રૂપના અધ્યક્ષ નહીં બને. કોર્ટે મિસ્ત્રીના નિયંત્રણ વાળી શાપુરજી પાલોનજી ગ્રૂપને મળનારા વળતર પર કોઇ આદેશ આપ્યો નથી. ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું કે તેને લઇને અલગથી કાયદાકીય પ્રક્રિયા ચાલશે.

સાયરસ મિસ્ત્રી અબજોપતિ શાપુરજી પલ્લોનજી પરિવારના સભ્ય છે. ઑક્ટોબર 2016માં તેમને ચેરમેન પદે હટાવવામાં આવ્યા હતા. તેઓ 2012માં રતન તાતા બાદ તાતા સન્સના 6ઠ્ઠા ચેરમેન બન્યા હતા. થોડા સમય બાદ તેમને તાતા સન્સના બોર્ડ ઑફ ડાયરેક્ટરમાંથી પણ કાઢી મૂકાયા હતા.

નોંધનીય છે કે મિસ્ત્રીનો પરિવાર ટાટા સન્સના 18% હિસ્સો ધરાવે છે. મિસ્ત્રીએ ટાટા સન્સ ઉપર તેમના માઇનોરિટી સ્ટેક હોલ્ડર્સના અભિપ્રાય દબાવી દેતા હોવાનો ગંભીર આક્ષેપ મુક્યો હતો. જો કે કંપનીએ આ આક્ષેપો ફગાવી દીધા હતા. ટાટા સન્સના મેનેજમેન્ટ અને સાયરસ મિસ્ત્રી સામે કાનૂની યુદ્ધ ફાટી નીકળ્યું હતું.

2019માં National Company Law Appellate Tribunal (NCLAT)એ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિમણુંક કર્યા હતા. તેમણે મિસ્ત્રીના બદલે મુકાયેલા N ચન્દ્રશેખરનની નિમણુંકને ગેરકાનૂની ઠેરવી હતી. આ આદેશની વિરૂદ્ધ ટાટા ગ્રુપ સુપ્રીમ કોર્ટમાં ગયું હતું. જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે NCLATના આદેશ પર સ્ટે આપ્યો હતો. આજે કોર્ટે ટાટા બોર્ડમાં થયેલી કાર્રવાઈને યોગ્ય ગણાવી અને NCLATના આદેશને રદ્દ કર્યો.

બીજી બાજુ શાપુરજી પાલોનજી ગ્રુપ ને સાયરસ મિસ્ત્રીએ પણ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. તેમની ફરિયાદ હતી કે NCLATએ ટાટા ગ્રુપના આ નિયમને રદ્દ ન કર્યો જેનો દુરુપયોગ કરીને મિસ્ત્રીને હટાવવામાં આવ્યા હતા. એવામાં એ વાતની આશંકા રહેશે કે ભવિષ્યમાં આવું ફરી નહીં થાય.

(સંકેત)