Site icon Revoi.in

હવે IT કંપનીએ કોરોના વાયરસને ખતમ કરવાની દવા બનાવી, પેટન્ટ માટે પણ કરી છે અરજી

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસના હાહાકાર વચ્ચે તેને ખતમ કરવા માટે અનેક જગ્યાએ દવા બની રહી છે ત્યારે હવે આઇટી કંપની ટેક મહિન્દ્રાની સહાયક કંપની માર્કર્સ લેબે દાવો કર્યો છે કે રીજીન બાયોસાયન્સની સાથે સંયુક્તપણે કોરોના વાયરસને ખતમ કરવાની દવા બનાવી રહી છે. આ માટે બંને કંપનીઓ પેટન્ટ માટે પણ અરજી કરી રહી છે.

આ બંને કંપનીઓ આ ડ્રગ મોલિક્યૂલની પેટન્ટને માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી છે. માર્કર્સ લેબના વૈશ્વિક પ્રમુખ નિખિલ મલ્હોત્રાએ કહ્યું કે, કંપની રીજીન બાયોસાયન્સની સાથે મળીને આ મોલિક્યૂલના પેટન્ટ માટે અરજી કરી રહી છે. જો કે મલ્હોત્રાએ આ મોલિક્યૂલના નામ અંગે ચુપકીદી સાધી છે.

મલ્હોત્રાએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યાં સુધી ડ્રગ મોલિક્યૂલના પેટન્ટની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેને વિશેની જાણકારી આપવામાં આવશે નહીં. ટેક મહિન્દ્રા અને રીજન બાયોસાયન્સની શોધ પ્રક્રિયામાં છે. માર્કર્સ લેબે કોરોના વાયરસની કમ્પ્યુટેશન મોડલિંગનું એનાલિસિસ કર્યું છે. તેના આધાર પર ટેક મહિન્દ્રા અને રીજને FDAની અપ્રૂવ્ડ 8000 દવામાંથી 10 ડ્રગ મોલિક્યૂલને શોર્ટ લિસ્ટ કરી છે.

આ 10 દવાઓને શોર્ટલિસ્ટ કરીને તેમાંથી 3 દવાઓની પસંદગી કરાઇ છે. આ પછી એક 3 ડી ફેફસાં બનાવાયા છે અને તેની પર પરીક્ષણ કરાયું છે. જેમાં જાણવા મળ્યું છે કે, મોલિક્યૂલ આશાના આધારે કામ કરી રહ્યું છે, ટેક મહિન્દ્રાએ આખી પ્રક્રિયામાં કમ્પ્યૂટેશન એનાલિસિસ અને રીજન ક્લિનિકલ એનાલિસિસ કર્યું છે.

નિખિલ મલ્હોત્રાના અનુસાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અન્ય કમ્પ્યૂટેશનલ ટેક્નોલોજીના ઉપયોગથી દવાની શોધમાં લાગતો સમય ઘટી શકે છે. દુનિયામાં અનેક દવાઓનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને સાથે કોરોના વાયરસની લડાઈમાં પણ લોકો વેક્સીનના ભરોસે છે.

(સંકેત)