Site icon Revoi.in

રાજ કુંદ્રાને ઝટકો, કોર્ટે ફરીથી આપી આટલા દિવસની ન્યાયિક કસ્ટડી

Social Share

મુંબઇ: પોર્નોગ્રાફીના કથિત નિર્માણ અને તેના વેચાણના આરોપસર હાલમાં શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા જેલમાં છે. આજે તેની કસ્ટડી પૂર્ણ થવાની હતી જો કે આજની સુનાવણી દરમિયાન કોર્ટે રાજ કુંદ્રાને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ફરીથી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં કુંદ્રાને મોકલ્યો છે.

કુંદ્રાના વકીલે જામીન માટે અરજી કરી હતી. જામીન અરજી પર સુનાવણી આવતીકાલે એટલે કે 28 જુલાઈએ કિલા કોર્ટમાં હાથ ધરવામાં આવશે. જોકે માહિતી પ્રમાણે પોલીસે રાજ કુંદ્રા માટે 7 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે આ વિનંતી સ્વીકારી નથી. અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.

ક્રાઇમ બ્રાંચે કોર્ટને જણાવ્યું છે કે રાજના ઘરમાંથી ઘણા મહત્વના પુરાવા મળી આવ્યા છે. ઘણા ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે ફોરેન્સિક નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી હતી. જેની મદદથી ડેટા પાછો મળી રહ્યો છે. રાજના ઘરેથી હાર્ડડિસ્ક અને મોબાઈલ મળી આવ્યો છે. જ્યારે આરોપીઓના હોટશોટ્સ આઇઓએસ પર બતાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેમને એપલથી 1 કરોડ 13 લાખ 64,886 રૂપિયા મળ્યા હતા.જે બેંક ખાતામાં પૈસા જમા કરાયા હતા તે કોટક મહિન્દ્રા બેંક, યસ બેન્ક અને અન્ય બેંક પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. હવે કેટલાક ફરાર આરોપીઓની શોધ ચાલુ છે.

મહત્વનું છે કે, રાજ કુંદ્રા સાથે આ કેસમાં અન્ય 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આઈટી હેડ રયાન થોર્પનું પણ નામ છે. જો અહેવાલોનું માનવામાં આવે તો, રયાનને રાજની અશ્લીલ ફિલ્મોનું રેકેટ ચલાવવાની સંપૂર્ણ જાણકારી હતી.