Site icon Revoi.in

6 વર્ષમાં નવી 170 મેડિકલ કોલેજો પણ બની, દેશમાં 22 એમ્સ બની રહી છે: PM મોદી

Social Share

નવી દિલ્હી: આજે રાજસ્થાનમાં ચાર નવી મેડિકલ કોલેજનો પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાજસ્થાનના કોંગ્રેસના સીએમ અશોક ગહેલોતનો આભાર માન્યો હતો.

પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ભારત હવે કોવિડ જેવી આપત્તિ સમય આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો છે. રાજસ્થાનમાં ચાર મેડિકલ કોલેજોના નિર્માણ માટે શિલાન્યાસ આ દિશામાં લેવાયેલું વધુ એક પગલું છે. હું રાજસ્થાનના મુખ્ય અશોક ગેહલોતનો આભાર માનું છું. તેમણે મારા પર ભરોસો મૂક્યો છે. લોકશાહીની આ જ તાકાત છે.

પીએમ મોદીએ સાથે સાથે સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીનુ ઉદઘાટન પણ કર્યુ હતુ. આ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના ભારત સરકાર અને રાજસ્થાન સરકારે ભેગા થઈ ને કરી છે. જે યુવાઓને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં કામ કરવા માટે તાલીમ આપશે.

કોવિડ મહામારી બાદ ભારતે હેલ્થ સેક્ટરમાં આત્મનિર્ભર થવાનો સંકલ્પ લીધો છે અને તેના માટે પછાત જીલ્લાઓમાં ત્રણ તબક્કામાં નવી 157 મેડિકલ કોલેજોને મંજૂરી આપી છે.

તેમણે કહ્યુ હતુ કે, છેલ્લા 6 વર્ષથી હેલ્થ સેક્ટરની ખામીઓ દુર કરવા માટે કોશિશ થઈ રહી છે. જેના કારણે ભારત હવે 22 એમ્સ હોસ્પિટલની સ્થાપના તરફ આગળ વધી રહ્યુ છે. છેલ્લા 6 વર્ષમાં નવી 170 મેડિકલ કોલેજો બની છે અને બીજી 100 મેડિકલ કોલેજો પર કામ ચાલી રહ્યુ છે.