Site icon Revoi.in

મોદી કેબિનેટનું 8 જુલાઇએ થશે વિસ્તરણ, 20 નવા ચહેરાઓ કેબિનેટમાં થશે સામેલ

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થઇ શકે છે. સૂત્રો અનુસાર આગામી 8 જુલાઇ એટલે કે ગુરુવારે મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે અને પ્રાપ્ત માહિતી અનુસાર 20 નવા ચહેરાને સામેલ કરવામાં આવશે. આ પહેલા આજે કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને મંત્રી પદેથી હટાવી રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા છે. તેનાથી એ સંકેત મળે છે કે મંત્રીમંડળના કેટલાક મંત્રીઓને પદ પરથી હટાવવામાં આવી શકે છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર કેબિનેટનું વિસ્તરણ ગુરુવારે સવારે 10.30 કલાકે થઇ શકે છે. આ પહેલા ઘણા નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે.

અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ દિલ્હી પહોંચી ગયા છે. તો જ્યોતિરાદિત્ય સિંધિયા પણ દિલ્હી પહોંચવાના છે.

પીએમ મોદીની કેબિનેટમાં સામેલ થનારા નામોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, નારાયણ રાણે, શાંતનુ ઠાકુર, પશુપતિ પારસ, સુશીલ મોદી, રાજીવ રંજન, સંતોષ કુશવાહા, અનુપ્રિયા પટેલ, વરુણ ગાંધી, પ્રવીણ નિષાદ મુખ્ય રૂપથી સામેલ છે.

કેબિનેટ વિસ્તારનું એક મોટુ કારણ તે પણ છે કે મોદી સરકારમાં ઘણા એવા મંત્રી છે, જેની પાસે વધુ મંત્રાલયનો કાર્યભાર છે.

Exit mobile version