Site icon Revoi.in

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સરકારે અનલૉકના નિયમો કર્યા જાહેર

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેર હવે નબળી પડી રહી છે, જો કે ત્રીજી લહેરની આશંકા વચ્ચે હવે કેન્દ્ર સરકારે અનલૉકની પ્રક્રિયા વિશે જાણકારી આપી છે. કેન્દ્ર સરકાર અનુસાર ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી પોઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો હોય અને કુલ વસ્તીના લગભગ 70 ટકા લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું હોય. તે ઉપરાંત કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરવામાં આવે. ત્યારબાદ જીલ્લાઓમાં પ્રતિબંધોમાં છૂટછાટ અપાય.

ICMRના મહાનિદેશક ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું હતું કે, પ્રતિબંધોથી ધીરે ધીરે છૂટ આપવાના મામલામાં તેજી નહીં આવે. જીલ્લાના વહીવટીતંત્રએ સુનિશ્વિત કરવાનું રહેશે કે વેક્સિનેશનને પ્રાથમિકતા આપવામાં આવે.

ભાર્ગવે કહ્યું કે, ત્રીજી લહેરને રોકવાના મામલામાં 5 ટકાથી ઓછા પોઝિટિવિટી રેટવાળા જિલ્લાઓને આંશિક ખોલી શકાશે. તેમાં ખૂબ ધીમેધીમે છુટ આપવી જોઈએ. જિલ્લાઓમાં પ્રતિબંધોમાં છુટ આપવા વિશે ભાર્ગવે કહ્યું કે, એવા જિલ્લાઓમાં એક સપ્તાહ સુધી સંક્રમણ દર પાંચ ટકાથી ઓછો હોવો જોઈએ, પાત્રતા ધરાવતા લોકોનું 70 ટકાથી વધુ વેક્સીનેશન થયેલું હોવું જોઈએ અને કોવિડ-19ના યોગ્ય વ્યવહાર કરવા માટે સામુદાયિક સ્તર પર જાગૃતિ હોવી જોઈએ.

નોંધનીય છે કે, આંકડાઓ પર નજર કરીએ તો એપ્રિલના પહેલા સપ્તાહમાં આપણી પાસે 200થી ઓછા જિલ્લા હતા, જેમાં 10 ટકાથી વધુ સંક્રમણ દર હતું. એપ્રિલના અંતિમ સપ્તાહમાં 600 જિલ્લામાં 10 ટકાથી વધુ પોઝિટિવિટી દર હતો. આજે દેશમાં 239 જિલ્લા છે જેમાં 10 ટકાથી વધુ સંક્રમણ દર છે.

Exit mobile version