Site icon Revoi.in

પશ્વિમ ઉત્તરપ્રદેશના ગઢ મેરઠને મળશે આજે મોટી સોગાદ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કરશે મેરઠ એક્સપ્રેસ વેનું ઉદ્વાટન

Social Share

નવી દિલ્હી: આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણી જીતવા માટે કમર કસી છે અને એક પછી એક અનેક પ્રોજેક્ટ્સનું ત્યાં લોકાર્પણ અને ઉદ્વાટન થઇ રહ્યું છે. ઉત્તરપ્રદેશને વધુ એક એક્સપ્રેસ વેની ભેટ મળવા જઇ રહી છે. આજે પશ્વિમ ઉત્તરપ્રદેશનો ગઢ કહેવાતા એવા મેરઠને પ્રથમ એક્સપ્રેસ વેની ભેટ મળશે અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી, વાહનવ્યવહાર રાજ્ય મંત્રી જનરલ બીકે સિંહ અને નાયબ મુખ્યપ્રધાન કેશવ મૌર્ય આ મુલાકાત લેશે. તેનું ઉદ્વાટન કરશે.

ઉત્તર પ્રદેશના લોકો લગભગ એક દાયકાથી દિલ્હી અને મેરઠ વચ્ચે સારી કનેક્ટિવિટી માટે પ્રતિક્ષા કરી રહ્યા હતા. કારણ કે આ માર્ગ પર ટ્રાફિકના કારણે જામ રહેતો હતો અને લોકોને મેરઠ અને મેરઠથી દિલ્હી પહોંચવામાં ખૂબ જ સમય લાગતો હતો. એપ્રિલ 2018માં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનું નિર્માણ શરૂ થયું હતું.

મેરઠથી ડાસના સુધીના લગભગ 32 કિલોમીટરના ચોથા તબક્કાના કામનો કુલ ખર્ચ 1087 કરોડ હતો અને ચોથા તબક્કાનું કામ 31 માર્ચ 2021 ના ​​રોજ પૂર્ણ થયું હતું. તે જ સમયે, 1 એપ્રિલથી ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે તેનું ઉદ્ઘાટન કરશે.

આપને જણાવી દઇએ કે, પશ્ચિમ યુપીનો આ પહેલો ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસવે છે અને દિલ્હી અને મેરઠ વચ્ચેના એક્સપ્રેસ વેમાં લીલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. ડાસના અને મેરઠ વચ્ચે 32 કિમીનો આ પહેલો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે છે અને આ એક્સપ્રેસ વેમાં મુસાફરી કરનારા મુસાફરોને ફેરી એક્સપ્રેસ વેની બંને બાજુએ હરિયાળી જોવા મળશે.