Site icon Revoi.in

સિદ્વિ: ઑટો ડ્રાઇવરનો પુત્ર બન્યો વાયુસેનામાં ફ્લાઇંગ ઑફિસર, પરિવારનું સ્વપ્ન પરિપૂર્ણ કર્યું

Social Share

નવી દિલ્હી: દરેક વ્યક્તિએ જીવનમાં કંઇક સ્વપ્ન જોવું જ જોઇએ અને સ્વપ્નને સાકાર કરવા માટે સખત પરિશ્રમ અને મહેનત માટે પણ તૈયાર રહેવું જોઇએ. આપણા દેશમાં પણ એવા કેટલાક દ્રષ્ટાંતો છે જ્યાં આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં લોકો પોતાના સ્વપ્ન સાકાર કરે છે અને પરિવારનું નામ રોશન કરે છે. આવું જ કંઇક ઑટો ડ્રાઇવરના દીકરાએ સાબિત કરી બતાવ્યું છે. ગોપીનાથ ભારતીય વાયુસેનામાં ફ્લઇંગ ઑફિસર બન્યા છે. હૈદરાબાદમાં યોજાયેલા એક સમારોહમાં ગોપીનાથે ફ્લાઇંગ ઓફિસરની ડિગ્રી મેળવી હતી.

આ અંગે વાત કરતા ગોપીનાથે કહ્યું હતું કે, તેમના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે. તેના પિતા 25 વર્ષથી ઑટો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઑટો ચલાવી ઘરેલું ખર્ચ તેમજ બાળકોનું શિક્ષણ ખૂબ જ પડકારજનક કામ છે. તેમ છતાં પિતાએ હિંમત ના હારી અને તેના બાળકોને સારું શિક્ષણ અપાવ્યું.

ગોપીનાથના પિતા ઇચ્છતા હતા કે ગોપીનાથ એન્જિયર બને પરંતુ તેણે તેમના દાદીની જેમ દળમાં જોડાવાનું નક્કી કર્યું. તેમના દાદા ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા. અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે, ગોપીનાથ એકમાત્ર ઉમેદવાર છે જે તેલુગુ રાજ્યમાંથી ચૂંટાયો છે.

ગોપીનાથ અગાઉ એરમેન તરીકે વાયુદળમાં જોડાયો હતો. પરંતુ તેનું સ્વપ્ન ફ્લાઇંગ ઓફિસર બનવાનું હતું. તે ડિસ્ટન્સથી પોતાનો અભ્યાસ શરૂ રાખ્યો. કામ કરતો રહ્યો અને સ્વપ્ન પૂરું કરવાની તૈયારી પણ કરતો રહ્યો.

ભાઇની સિદ્વિ અંગે ગોપીનાથની બહેન ગૌરીએ જણાવ્યું કે, તેને તેના ભાઇની ક્ષમતા પર વિશ્વાસ હતો. ગૌરી જણાવે છે કે તેના ભાઇએ વિઝાગ ડિફેન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમને પૂરો વિશ્વાસ છે કે એક દિવસ તેમની ફ્લાઇંગ ઑફિસર તરીકે પસંદગી થશે. તે કહે છે કે તેના પિતા ભાઇની સફળતાથી સૌથી વધુ ખુશ છે.