Site icon Revoi.in

ગુજરાતના મુસાફરો માટે સારા સમાચાર, હવે આ રૂટ્સ પર સ્પેશ્યલ ટ્રેનો દોડશે

Social Share

નવી દિલ્હી: ગુજરાતના મુસાફરો માટે એક સારા સમાચાર છે. વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલાક રૂટો પર નવી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત-અમરાવતી, ઓખા-તૂતીકોરિન, પોરબંદર-કોચ્ચુવેલી, ઇંદોર-ગાંધીનગર સામેલ છે.

જો કે, આ બધી ટ્રેનોમાં મુસાફરી માટે મુસાફરોએ અગાઉથી જ રિઝર્વેશન કરાવવું અનિવાર્ય રહેશે અને યાત્રા દરમિયાન કોરોનાનાં પ્રસારને રોકવા માટે બનાવવામાં આવેલા પ્રોટોકોલનું પાલન કરવું પણ આવશ્યક રહેશે.

વેસ્ટર્ન રેલવેએ યાત્રીઓને મોટી ભેટ આપી છે. વેસ્ટર્ન રેલવેએ યાત્રીઓ માટે અનેક સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી છે.

વેસ્ટર્ન રેલવે દ્વારા નીચેના રૂટ પર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરાઇ છે.

1- 09262 પોરબંદરથી કોચ્ચુવેલી સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિયામાં એકવાર)- આ ટ્રેન 25 ફેબ્રુઆરીથી દર ગુરુવારે સાંજે 18.40 કલાકે પોરબંદર રેલવે સ્ટેશનથી ઉપડશે અને શનિવારની બપોરે 15.05 કલાકે કોચ્ચુવેલી સ્ટેશન પહોંચશે.

2- 09261 કોચ્ચુવેલીથી પોરબંદર સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિયામાં એકવાર)- આ સ્પેશિયલ ટ્રેન 28 ફેબ્રઆરીથી દર રવિવારે કોચ્ચુવેલી રેલવે સ્ટેશનથી 11.10 કલાકે ઉપડશે અને મંગળવારે સવારે 07.25 કલાકે પોરબંદર રેલવે સ્ટેશને પહોંચશે.

3- 09310 ઈંદોરથી ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ- આ ટ્રેન માર્ચથી રાત્રે 23.00 કલાકે ઈંદોર રેલવે સ્ટેશનથી ઉડપશે અને બીજા દિવસે સવારે 9.45 કલાકે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પહોંચશે.

4- 09309 ગાંધીનગર કેપિટલથી ઈંદોર સ્પેશિયલ- આ ટ્રેન 2 માર્ચથી દરરોજ સાંજે 18.15 કલાકે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે સવારે 5.55 કલાકે ઈંદોર પહોંચશે.

5- 09125 સુરતથી અમરાવતી સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિયામાં બે દિવસ)- આ ટ્રેન 26 ફેબ્રુઆરીથી સેવાઓ શરુ કરશે. આ સ્પેશ્યલ ટ્રેન દર શુક્રવારે અને રવિવારે સુરત રેલવે સ્ટેશનથી ઉપડશે અને તે રાત્રે 22.25 કલાકે અમરાવતી પહોંચશે.

6-09126 અમરાવતીથી સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિયામાં બે દિવસ)- આ ટ્રેનનું સંચાલન 27 ફેબ્રુઆરી 2021થી શરુ થશે. અમરાવતી રેલવે સ્ટેશનથી આ ટ્રેન દર શનિવાર અને સોમવારે સવારે 9.05 કલાકે ઉપડશે અને તે સાંજે 19.05 કલાકે સુરત પહોંચશે.

7-09568 ઓખાથી તૂતીકોરિન સ્પેશિયલ ટ્રેન (અઠવાડિયામાં એક દિવસ)- આ ટ્રેનનું સંચાલન 2 એપ્રિલથી શરુ થશે. ઓખા રેલવે સ્ટેશનથી આ ગાડી દર શુક્રવારે 00.55 કલાકે ઉપડશે અને રવિવારે સવારે 4.48 કલાકે તૂતીકોરિન પહોંચશે.

8- 09567 તૂતીકોરિનથી ઓખા સ્પેશિયલ ટ્રેન (અઠવાડિયામાં એક દિવસ)- આ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન 4 એપ્રિલથી શરુ થશે અને આ ટ્રેન દર રવિવારે 22.00 કલાકે તૂતીકોરિનથી ઉપડશે અને બુધવારે 3.55 કલાકે ઓખા રેલવે સ્ટેશન પહોંચશે.

(સંકેત)