Site icon Revoi.in

કારમાં આવશે મોટા બદલાવ, ગડકરીએ કહ્યું – ટૂંક સમયમાં અપાશે આદેશ

Social Share

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે હવે સરકાર બાયો-ફ્યુલ પર આધારિત વાહનોને લઇને બ્લૂપ્રિન્ટ તૈયાર કરી રહી છે. આ અંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એલાન કર્યું છે કે, આગામી ત્રણ અને ચાર મહિનામાં બાયો-ફ્યુલ પર ચાલતા વાહનો માટે આદેશ જાહેર કરશે.

ઘણા સમયથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી ભારતીય પરિવહન ક્ષેત્ર માટે બાયો-ફ્યુલ આધારિત વાહનો પર ભાર આપી રહ્યાં છે.

ગડકરીએ કહ્યું હતું કે, દેશમાં ટૂંક સમયમાં જ ફ્લેક્સ-ફ્યુલ એન્જિન દ્વારા એક નીતિ નક્કી કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર ગડકરીએ જણાવ્યું હતું કે, આગામી 3 થી 4 મહિનામાં, હું એક આદેશ જાહેર કરીશ, જેમાં દરેક વાહન નિર્માતાઓ માટે ફ્લેક્સ એન્જિન વાળા વાહનોને બનાવવું જરૂરી રહેશે.

આ પહેલી વખત નથી કે હવે ગડકરીએ વાહનોમાં ફ્લેક્સ-ફ્યુલ એન્જિનનો ઉપયોગ  કરવા માટે ભલામણ કરી છે. આ પહેલા તેમણે ભારતીય ઓટો ઉદ્યોગની હસ્તિઓ પાસેથી વાહનોમાં ફ્લેક્સ-ફ્યુલ એન્જિન લોન્ચ કરવા પર ભાર પુર્વક અપિલ કરી હતી.

ભારત પોતાના સાર્વજનિક પરિવહનમાં બાયો-સીએનજી, ઇથેનોલ, મીથેનોલ, ઇલેક્ટ્રિક અને ગ્રીન હાઇડ્રોજન જેવા ગ્રીન એન્જિનમાં સ્થાનાંતરિત કરી રહ્યું છે. ગડકરીએ દાવો કર્યો છે કે ગ્રીન એન્જિન સમાધાન પર ભાર આપવાથી નાગરિકોને પેટ્રોલના વધારાની કિંમતોમાંથી થોડી રાહત મળશે.

Exit mobile version