Site icon Revoi.in

અફઘાનિસ્તાનની સુરક્ષા સ્થિતિને લઇને ભારતમાં NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાશે મહત્વની બેઠક, આ દેશો લેશે ભાગ

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાં સુરક્ષાની સ્થિતિ સતત કથળી રહી છે અને અફઘાન પ્રજા પર તાલિબાનનો અત્યાચાર વધી રહી છે ત્યારે ત્યાંની પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા માટે ભારતે 10 નવેમ્બરના રોજ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં કિર્ગિસ્તાન, તાઝિકિસ્તાન, કઝાખસ્તાન, ઉજ્બેકિસ્તાન, તુર્કિમેનિસ્તાન ભાગ લેશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ બેઠક ઉપરાંત ભારતના NSA અજીત ડોભાલ ઇરાન, રશિયા અને તાઝિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાનના પોતાના સમકક્ષોની સાથે પણ દ્વિપક્ષીય ચર્ચા કરશે.

ડોભાલ પોતાના રશિયન સમકક્ષ નિકોલાઈ પત્રૂશેવ, ઈરાનના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ પ્રમુખ એડમિરલ અલી શમખાની અને કઝાખસ્તાન નેશનલ સિક્યોરિટી કમિટીના ચેરમેન કરીમ મસિમોવ સાથે 10 નવેમ્બર એટલે કે કાલે મુલાકાત કરી શકે છે.

એનએસએ ડોભાલ તાઝિકિસ્તાન સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી નસરૂલ્લો રાહમતજન મહમૂઝદા, ઉઝ્બેકિસ્તાનના સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી વિક્ટર મખમૂદોવ સાથે આજે સાંજે દિલ્હીમાં મુલાકાત કરી શકે છે.

નોંધનીય છે કે, આ બેઠકમાં ભારતે ચીન તેમજ પાકિસ્તાનના NSAને પણ નિમંત્રણ આપ્યુ હતું. જો કે, બંને દેશોએ આ બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. ભારત, અફઘાનિસ્તાનમાં શાંતિ તેમજ સ્થિરતાને સમર્થન આપે છે.