Site icon Revoi.in

OBC ક્રિમિલેયરને લઇને મહત્વના સમાચાર, મોદી સરકાર હવે કરશે આ કામ

Social Share

નવી દિલ્હી: OBC ક્રિમિલેયરને લઇને એક મોટા સમાચાર મળી રહ્યા છે. મોદી સરકાર હવે અનામત માટે OBC ક્રિમિલેયરની આવક મર્યાદા 8 લાખથી વધારીને 12 લાખ કરી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી દિવસોમાં ઓબીસી ક્રિમિલેયરની આવક મર્યાદા 8 લાખથી વધને 12 લાખ થઇ શકે છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર OBCને લઇને એક મોટો નિર્ણય કરવા જઇ રહી છે. સૂત્રો અનુસાર કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગે પુષ્ટિ કરી છે કે મંત્રાલયે એ વાતનો ફરી વિચાર કરશે કે વાર્ષિક આવકમાં પગાર અને ખેતીમાંથી થનારી આવકને સામેલ કરાય કે નહીં.

મોદી સરકારે અગાઉ OBC અનામત બીલને અભેરાઇએ ચડાવી દીધું હતું પરંતુ હવે તેને ફરી વાર વિચારણામાં લવાઇ રહ્યું છે. મંત્રાલયે ઓબીસી ક્રિમિલેયરની હાલની મર્યાદા 8 લાખથી વધારીને 12 લાખ કરવાની વિચારણા શરૂ કરી દીધી છે જે પછી તેને કેબિનેટમાં બેઠકમાં રાખવામાં આવશે અને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ OBC સમુદાયને આ લાભ મળવાનું પણ શરૂ થવાની શક્યતા છે.

વાર્ષિક આવકની ગણતરી દરમિયાન વેતન અને કૃષિ આવકને સામેલ કરવી કે નહીં તે અંગે પણ મંત્રાલય મંથન કરશે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી અનુસાર મંત્રાલયને આ મુદ્દે ફેરવિચારણા કરવાનું જણાવી દેવાયું છે. કેબિનેટમાં જે નોટ રાખવામાં આવી હતી તેને પાછી લઇ લેવામાં આવી છે.

નોંધનીય છે કે, હાલમાં OBC સમુદાયને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો તેમજ જાહેર ક્ષેત્રની રોજગારીમાં 27 ટકા અનામત મળી રહ્યું છે તેમાં માતાપિતાની કુલ વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધારે ન હોય ફક્ત તેવા લોકોને જ અનામતનો લાભ મળે છે.