Site icon Revoi.in

સંસદીય દળની બેઠક: પીએમ મોદીનું સૂચન: બદલાવ જરૂરી, વારંવાર બાળકોની જેમ એક જ વાત કહેવી અયોગ્ય

Social Share

નવી દિલ્હી: એક તરફ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે હવે સંસદના શિયાળુ સત્રની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના ભાજપના સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોને અનેક સૂચનો આપ્યા હતા અને બદલાવ માટે પણ ટકોર કરી હતી.

સંસદ દળની બેઠકમાં ગેરહાજર રહેતા સાંસદો પર પીએમ મોદીએ કહ્યું કે, સંસદમાં દરેક સમય દરમિયાન સાંસદો હાજર રહે તે આવશ્યક છે અને આ વાત વારંવાર કહેવી યોગ્ય નથી. બધી જવાબદારી છે કે તેઓ સદનમાં રહે. પીએમ મોદીએ કહ્યું કે, 13 ડિસેમ્બરથી હું કાશી જવા માટે રવાના થઇ રહ્યો છું. સંસદનું સત્ર ચાલુ છે એટલે બધા સાંસદોને ત્યાં આવવાનું કહેવામાં આવ્યું નથી.

પ્રધાનમંત્રીએ સંસદીય દળની બેઠકમાં કહ્યું કે તમે બધા તમારા વિસ્તારોમાં રહીને લોકો માટે કાશી કાર્યક્રમને વધુ સારી રીતે જોવાની વ્યવસ્થા કરો. પીએમ મોદીએ સાંસદોને પોત પોતાના વિસ્તારોમાં ચાલતા ખેલ અભિયાનને ફક્ત એક મહિનામાં જ ખતમ ન કરી લેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે દર મહિને અલગ અલગ ખેલનું આયોજન થવું જોઈએ.

સાંસદોને બીજી તરફ એવા નિર્દેશ પણ અપાયા હતા કે તમારે બધાએ પોત પોતાના સંસદીય વિસ્તારોના તમામ જીલ્લાધ્યક્ષા, મંડળ અધ્યક્ષો અને અન્ય પદાધિકારીઓ સાથે ચા પર ચર્ચા કરવી જોઇએ. આ બાજુ પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષના નિર્દેશનું 14 ડિસેમ્બરના રોજ પાલન કરીશ.

સંસદીય કાર્ય મંત્રીએ કહ્યું કે જો વિપક્ષના સસ્પેન્ડેડ 12 સાંસદ માફી માંગી લે તો તેમને સદનમાં પાછા લેવામાં વાર નહીં કરીએ. પીએમ મોદીએ પણ કહ્યું કે ગૃહમાં તમે ઉપસ્થિત રહો. વારંવાર બાળકોની જેમ એક જ વાત કહેવી યોગ્ય નથી. તમે બધા તમારામાં પરિવર્તન લાવો, નહીં તો સમય પર પરિવર્તન થઈ જાય છે. પીએમ મોદીએ આ ટકોર કરી હતી.