Site icon Revoi.in

લેડી માર્શલો પર હુમલો, LED સ્ક્રીન તોડવાનો પ્રયાસને રાહુલ ગાંધી યોગ્ય માને છે?: પિયુષ ગોયલ

Social Share

નવી દિલ્હી: રાજ્યસભામાં હોબાળો કરી રહેલા 12 સાંસદોને સસ્પેન્ડ કરવા બાદ વિપક્ષ દ્વારા આ મુદ્દે હોબાળો થઇ રહ્યો છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, સસ્પેન્શન પાછુ ખેંચાવવા માટે સાંસદો માફી નહીં માંગે.

રાહુલ ગાંધીના આ નિવેદન સામે મોદી સરકારના મંત્રી પિયુષ ગોયલે પલટવાર કરતા રાહુલ ગાંધીને વેધક સવાલો પૂછ્યા હતા કે, કોંગ્રેસના સાંસદોએ એલઇડી સ્ક્રીન તોડવાની કોશિશ કરી, લેડી માર્શલ પર હુમલો કર્યો, પેપરો ફેંક્યા, એ બધુ યોગ્ય હતું તેવું રાહુલ ગાંધી માને છે?

ગોયલે વધુમાં નિરાશા વ્યક્ત કરી હતી કે, દુર્ભાગ્ય એ છે કે વિપક્ષ બેફામ આરોપો લગાવી રહ્યો છે. એક સાંસદે તો બીજા સભ્યાના ગળામાં ફાંસીનો ફંદો પહેરાવીને તેમને ગૃહમાં ફેરવ્યા હતા. ડોલા સેન નામના સાંસદે તો મારો અને પ્રહલાદ જોશીનો રસ્તો અવરોધ્યો હતો. જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે પોતાની ગેરવર્તણુક માટે માફી માંગે તો જ નિર્ણય પાછો ખેંચવામાં આવશે.

મહત્વનું છે કે, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ એવું પણ કહ્યું હતું કે, સાંસદોને માફી માંગવાનો આગ્રહ મેં ગઇકાલે પણ કર્યો હતો. તેમણે આ માટે ના પાડી દીધી હતી. આ કારણોસર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.