Site icon Revoi.in

મણિપુરને પીએમ મોદીએ આપી મોટી ભેટ, રૂ. 4,800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્વાટન

Social Share

નવી દિલ્હી: પીએમ મોદી આજે મણિપુરની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીએ ઇમ્ફાલમાં રૂ. 4,800 કરોડથી વધુ કિંમતના 22 પ્રોજેક્ટ્સનું ઉદ્વાટન અને શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ ઇમ્ફાલથી મણિપુર અને ત્રિપુરા પ્રવાસની શરૂઆત કરી છે. અહીંયા પીએમ મોદીએ રૂ. 4,800 કરોડના 22 પ્રોજેક્ટ શરૂ કર્યા છે.

હવેથી થોડા દિવસો બાદ 21 જાન્યુઆરીના રોજ મણિપુરને રાજ્યનો દરજ્જો મળ્યાના 50 વર્ષ પૂર્ણ થશે. હાલમાં દેશ તેની સ્વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે.

આજે પીએમ મોદીએ મણિપુરને મોટી ભેટ આપતા 4800 કરોડથી વધુના ખર્ચના 22 પ્રોજેક્ટનું ઉદ્વાટન અને શિલાન્યાસ કર્યો છે. જમાં આશરે રૂ. 1850 કરોડના ખર્ચના 13 પ્રોજેક્ટનું ઉદ્વાટન અને આશરે રૂ. 2950 કરોડના ખર્ચના 9 પ્રોજેક્ટના શિલાયન્સનો સમાવેશ થાય છે.

આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અગરતલામાં મહારાજા વીર બિક્રમ એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને બે મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનું પણ લોકાર્પણ કરશે.

આ શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા કે, સત્તા હાંસલ કરવા માટે કેટલાક લોકો મણિપુર ફરીથી અસ્થિર કરવા માંગે છે. આ લોકો આશા રાખતા હોય છે કે ક્યારે તેમને તક મળે અને ક્યારે તેઓ અશાંતિની રમત રમે. પરંતુ મણિપુરના લોકોએ તેમને ઓળખી લીધા છે.

આજે આ પ્રદેશમાં આતંકવાદ અને અસુરક્ષા નથી, પરંતુ શાંતિ તેમજ વિકાસનો પ્રકાશ પથરાયેલો છે. સમગ્ર નોર્થ ઇસ્ટમાં સેંકડો યુવાનો હથિયાર છોડીને વિકાસની મુખ્ય ધારામાં જોડાયા છે. જે કરારોની દાયકાઓથી રાહ જોવાઇ રહી હતી, અમારી સરકારે તે ઐતિહાસિક કરારો પણ કરી બતાવ્યા છે.