Site icon Revoi.in

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર સમારોહ: પીએમ મોદીએ વર્ચ્યુઅલી બાળકોને પુરસ્કાર કર્યા એનાયત

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારનું વિતરણ કર્યું હતું. પીએમ મોદીએ વીડિય કોન્ફરન્સના માધ્યમથી પુરસ્કારો એનાયત કર્યો હતો. બાળકોને ડિજીટલ સર્ટિફિકેટ તેમજ બ્લોકચેન ટેક્નોલોજી મારફતે ઇનામની રકમ પ્રાપ્ત થઇ હતી. આ એવોર્ડ માટે દેશભરમાંથી 61 બાળકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષ માટે 32 બાળકો તેમજ આ વર્ષ માટે 29 બાળકો પસંદ કરવામાં આવ્યા હતા.

દર વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં બાળ પુરસ્કાર વિજેતાઓ ભાગ લેતા હોય છે. જો કે કોવિડના વધતા કેસોને કારણે આ વખતે સમારોહનું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની અને રાજ્યમંત્રી ડૉ. મુંજપરા મહેન્દ્ર પણ જોડાયા હતા.

પીએમ મોદીએ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ પુરસ્કાર એનાયત કર્યા બાદ બાળકો સાથે સંવાદ કરતા કહ્યું હતું કે, એવોર્ડ મળવાની સાથે તમારી જવાબદારી વધી છે. પરંતુ તમારે દબાણ અનુભવવાને બદલે પ્રેરણા લેવાની આવશ્યકતા છે.

સ્વતંત્રતાના ઇતિહાસ પર વાત કરતા તેઓએ ઉમેર્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામમાં વીર બાલા કનકલતા બરૂઆ, ખુદીરામ બોઝ જેવા નાયકોનો ઇતિહાસ છે જે તેમને ગર્વથી ભરી દે છે. આ લડવૈયાઓએ ખૂબ જ નાની ઉંમરે દેશની આઝાદીને પોતાના જીવનનું મિશન બનાવી દીધું હતું. તેઓએ પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી.

બ્લોકચેન ટેક્નોલોજીથી પ્રમાણપત્રો પ્રદાન કરાયા

આપને જણાવી દઇએ કે, સમારોહ દરમિયાન, પ્રધાનમંત્રી બ્લોક ચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને PMRBP- 2022 ના વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્રો પ્રદાન કરવામાં આવ્યા.  ગયા વર્ષે, કોરોનાને કારણે, તેમને પ્રમાણપત્ર આપી શકાયું ન હતું. વિજેતાઓને પ્રમાણપત્ર આપવા માટે પ્રથમ વખત બ્લોક ચેઈન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બ્લોકચેન ટેકનોલોજીમાં સંખ્યાબંધ ડેટા બ્લોક્સનો ઉલ્લેખ કરે છે. આ દ્વારા, ડેટાને વિવિધ બ્લોક્સમાં સંગ્રહિત કરવામાં આવે છે, તેઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આના કારણે ડેટાની લાંબી સાંકળ બને છે. જ્યારે નવો ડેટા આવે છે, ત્યારે તે નવા બ્લોકમાં સંગ્રહિત થાય છે.