Site icon Revoi.in

ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા થયા જમા, આ રીતે તપાસો પૈસા જમા થયા કે નહીં

Social Share

નવી દિલ્હી: ખેડૂતો માટે શુભ સમાચાર છે. પીએમ મોદીએ કિસાનો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021નો બીજો હપ્તો જારી કરી દીધો છે. ડીબીટી હેઠળ પીએમ મોદીએ આ યોજના સાથે જોડાયેલા 9.75 કરોડથી વધુ લાભાર્થી કિસાનોને લગભગ 19 હજાર 500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.

પીએમ મોદીએ આ યોજના હેઠળ બીજો હપ્તો મોકલ્યા બાદ દેશના ઘણા કિસાનો સાથે વાતચીત કરી હતી. તો પીએમ મોદીએ આ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ કિસના સન્માન નિધિ યોજના હેઠળ ટ્રાન્સફર કરવામાં આવેલા પૈસા તમારા એકાઉન્ટમાં પહોંચ્યા કે નહીં તે જાણવું આવશ્યક છે. અહીંયા અમે આપને રકમ કેવી રીતે ચેક કરવી એ જણાવીશું.

આ રીતે કરો ચેક
સૌથી પહેલા પાસબુક લઈને બેન્ક જાવ.

ત્યાં પહોંચીને તમારી પાસબુક અપડેટ કરાવો.

પાસબુક અપડેટ કરાવ્યા બાદ ખાતામાં પહોંચેલી લેટેસ્ટ રકમ ચેક કરો.

ઓનલાઇન માધ્યમ
તો તમે ઓનલાઇન ચેક કરવા ઈચ્છો તોસૌથી પહેલા પોતાની બેન્ક એપ પર જાવ.

એપમાં લોગઇન કરો.

લોગઇન કર્યા બાદ સ્ટેટમેન્ટ સેક્શનમાં જાવ.

આ પ્રોસેસથી તમને લેટેસ્ટ રકમ જોવા મળી જશે. જેનાથી તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં તે ખબર પડી જશે.

આ સિવાય પૈસા જમા થવા પર તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ટેક્સ્ટ મેસેજ પણ આવશે કે તમારા ખાતામાં પીએમ કિસાન નિધિ યોજનાના કેટલા પૈસા જમા થયા છે.