Site icon Revoi.in

PM મોદી આજે શ્રીમદ્ ભગવદ્દગીતાના શ્લોકો પર 21 વિદ્વાનોની વ્યાખ્યાઓ સાથે પાંડુલિપિના 11 ખંડોનું વિમોચન કરશે

Social Share

નવી દિલ્હી: પીએમ મોદી આજે શ્રીમદ્ ભગવદ્દગીતાના શ્લોકો પર 21 વિદ્વાનોની વ્યાખ્યાઓ સાથે પાંડુલિપિના 11 ખંડોનું વિમોચન કરશે. રાજધાની દિલ્હીના કલ્યાણ માર્ગ સ્થિત પીએમ નિવાસ ખાતેથી PM મોદી આ ખંડોનું વિમોચન કરશે. પીએમઓ દ્વારા જારી કરાયેલા અધિકૃત નિવેદનમાં જણાવાયું છે કે, આ પાંડુલિપિમાં 21 વિદ્વાનોએ ભગવદ્દગીતાના શ્લોકોને વ્યાખ્યાયિત કર્યા છે.

આ હસ્તપ્રતનું નામ “શ્રીમદ ભગવદ્દગીતા: વાસ્તવિક સુલેખનમાં સંસ્કૃત શ્લોકો” તેવું છે.

આ વિમોચન કાર્યક્રમને નીચે આપેલી લિંક પર લાઇવ નિહાળી શકાશે

વિમોચન કાર્યક્રમ

જમ્મૂ કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા, હિંદુ ધર્મશાસ્ત્રના વિદ્વાન અને કોંગ્રેસના નેતા ડૉ. કરણ સિંઘ તેમજ ધર્મથ ટ્રસ્ટના ચેરમેન પણ વિમોચન કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશે.

તે ઉપરાંત, ઇતિહાસમાં પ્રથમવાર એવું થઇ રહ્યું છે જ્યારે આ મહાકાવ્યના વ્યાપકપણે અને તુલનાત્મક રીતે પ્રશંસા માટે ભારતના વિદ્વાનોની વ્યાખ્યાઓને એક સાથે પ્રસ્તુત કરાશે. આ પવિત્ર ગ્રંથના તુલનાત્મક તેમજ વ્યાપક સરાહના હેતુસર પ્રથમવાર ગીતા પરની વિદ્વાનોની વ્યાખ્યાને સંકલિત કરીને પ્રસ્તુત કરવામાં આવશે.

નોંધનીય છે કે, જમ્મૂ સ્થિત ધર્મથ ટ્રસ્ટે હસ્તપ્રત પ્રકાશિત કર્યું છે તેમજ અનુકરણીય સૂક્ષ્મતા સાથે વિવિધ પ્રકારની ભારતીય સુલેખનમાં તેને લખ્યું છે.

(સંકેત)