Site icon Revoi.in

PM મોદીએ કેદારનાથ મંદિરમાં ભોળાનાથની પૂજા-અર્ચના અને આરતી કરી, આદિ શંકરાચાર્યાનું મૂર્તિનું કર્યું અનાવરણ

Social Share

નવી દિલ્હી: આજે ગુજરાતી નવા વર્ષની શરૂઆત પીએમ મોદીએ કેદારનાથમાં દર્શન કરીને કરી છે. અહીં તેમણે રૂદ્રાભિષેક કર્યો હતો અને સાથોસાથ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. આ પ્રતિમાનું નિર્માણકાર્ય વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાની વિશેષતા વિશે વાત કરીએ તો તે 13 ફૂટ ઊંચી અને 35 ટનની છે. અગાઉ પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી હતી.

ગઇકાલે જમ્મૂ કાશ્મીરના નૌશેરામાં પીએમ મોદીએ સેનાના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કર્યા બાદ આજે તેઓ પહેલા કેદારનાથ પહોંચ્યા હતા. ત્યાં તેઓએ શિવાજીના દર્શન અને પૂજા-અર્ચના કર્યા હતા. પીએમ મોદીના આગમન પહેલા મંદિરની સામે મંચ ઉભો કરવામાં આવ્યો હતો.

કેદારનાથ મંદિરના દર્શન અને આરતી કર્યા પછી વડાપ્રધાન મોદીએ મંદિરના પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. જે પછી શંકરાચાર્યની વર્ષ 2019માં બનવાની શરુ થયેલી 13 ફૂટ ઊંચી અને 35 ટનની મૂર્તિનું અનાવરણ કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ આજના નૂતન વર્ષના પર્વ પર ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, સૌ ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વક શુભકામનાઓ…!! આજથી પ્રારંભ થતું નવું વર્ષ. આપના જીવનમાં સુખ અને સમૃદ્વિનો ઉજાસ પાથરે, આરોગ્ય નિરામય રહે અને પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે એવી અંત:કરણ પૂર્વકની મનોકામના સાથે નૂતન વર્ષાભિનંદન…!!

નોંધનીય છે કે, આજે વડાપ્રધાને ગુજરાતી નવા વર્ષ પર કેદારનાથ જઈને દર્શન કર્યા છે તો ગઈકાલે દિવાળી પર તેમણે નવી પરંપરા પ્રમાણે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.