Site icon Revoi.in

જસ્ટિસ એન.વી.રમન્ના દેશના નવા CJI બનશે, 24મી એપ્રિલે શપથ લેશે

Social Share

નવી દિલ્હી: ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ એનવી રમન્નાની નિયુક્તિ કરી છે. હાલ ચીફ જસ્ટિસ તરીકે એસ એ બોબડે છે જેઓ 23 એપ્રિલના રોજ સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. જસ્ટિસ એનવી રમન્ના 24 એપ્રિલથી કાર્યભાર સંભાળશે. તેઓ ચીફ જસ્ટિસ તરીકે 1 વર્ષ અને મહિના કાર્યરત રહેશે.

જસ્ટિસ એનવી રમન્ના વિશે

જસ્ટિસ એનવી રમન્નાનો જન્મ 27 ઑગસ્ટ 1957ના રોજ આંધ્રપ્રદેશના કૃષ્ણા જીલ્લાના પોન્નવરમ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું આખું નામ નથાલપતિ વેન્કટ રમન્ના છે. હાલ તેઓ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ છે. રમન્નાએ આંધ્રપ્રદેશમાં હાઇકોર્ટમાં વર્ષ 2000 સુધી પ્રેક્ટિસ કરી. ત્યારબાદ વર્ષ 2013માં તેઓએ દિલ્હી હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસનું પદ સંભાળ્યું હતું. તેના 3 મહિનાની અંદર જ તેમને સુપ્રીમ કોર્ટમાં પોસ્ટિંગ અપાઇ. રમન્નાનો કાર્યકાળ 26 ઑગસ્ટ, 2022ના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. આગામી CJIના પદ પર તેઓ 16 મહિના રહેશે. જસ્ટિસ રમન્ના સુપ્રીમ કોર્ટના સીનિયર જજોમાં સીજેઆઈ એસ એ બોબડે બાદ બીજા નંબરે આવે છે.

નોંધનીય છે કે, આગામી મહિને 23 એપ્રિલના રોજ ચીફ જસ્ટિસ બોબડે નિવૃત્ત થઇ રહ્યા છે. નાગપુરમાં જન્મેલા બોબડેએ 18 નવેમ્બર 2019ના રોજ 63 વર્ષની ઉંમરમાં દેશના 47માં સીજેઆઇ તરીકે કાર્યભાર ગ્રહણ કર્યો હતો.

(સંકેત)