Site icon Revoi.in

રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2022: પત્રકારો પર બનેલી કેટલીક ફિલ્મો, જે તમને જોવાની ગમશે.

Social Share

આજે ‘નેશનલ પ્રેસ દિવસ’ છે. બોલિવૂડ હંમેશા પ્રેસ માટે પ્રોત્સાહન પૂરું પાડતું રહ્યુ છે.  બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો બની  છે,  જે પ્રેસ/મીડિયાને તેમના મુખ્ય વિચાર અને થીમ તરીકે લઈને બનાવવામાં આવી છે. નીચે આવી જ કેટલીક રસપ્રદ ફિલ્મોની યાદી છે,  જે તમને અને ખાસ તો પત્રકારત્વ સાથે સંકળાયેલા તમામ લોકોને અને સામાન્ય જનતાએ પણ ખાસ જોવી જોઈએ.

આ યાદીમાં સૌથી પહેલાં યાદ આવતી  અને સૌને ગમતી ફિલ્મ એટલે અનિલ કપૂરની ફિલ્મ ‘નાયક’ :  ‘નાયક’ ફિલ્મમાં શિવાજી રાવ ગાયકવાડ તરીકેના જબરજસ્ત અભિનય દ્વારા અનિલ કપૂર ટીવી પત્રકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે અને આખરે એક સફળ રાજકારણી બનવા સુધીની તેની સફર આ ફિલ્મમાં દર્શાવી છે.

પછી બીજા નંબરે  આવે છે , જુહી ચાવલા અને શાહરૂખ ખાનની ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’.: આ એક એવી ફિલ્મ છે જેમાં પત્રકારના જીવનના અનેક પડાવો, સુખ-દુઃખને આવરી લીધાં છે. આ ફિલ્મ અંગત જીવન અને જાહેર જીવનમાં પડતા સંઘર્ષ અને પ્રતિ સ્પર્ધાને દર્શાવે છે અને સાથે જ આ ક્ષેત્રના પડકારોને પણ બખૂબી બતાવે છે.

ત્યારબાદ એક ખાસ ફિલ્મ કે જે સૌનું ધ્યાન ખેંચી ગઈ, તે  આવે છે પીકે : આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ તો એલિયનની ભૂમિકા ભજવનાર  પીકે (આમીર ખાન) ના જીવનમાં આવેલા સંઘર્ષો  પર  કેન્દ્રિત છે, છતાં બાહોશ પત્રકાર તરીકે  જગત જનની સાહની (અનુષ્કા શર્મા), તેને કેવી રીતે મદદ કરે છે અને પીકે તથા  ફિલ્મને તેમના યોગ્ય ‘ગંતવ્ય’ સુધી લઇ જાય છે અને સાથે જ પોતાના  અંગત જીવનની પણ વેદનાઓ સાથે કેવી રીતે આગળ વધે છે, તેની વાત કરવામ આવી છે.  આ ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર અત્યાર સુધીની સર્વકાલીન બ્લોકબસ્ટર્સમાંની એક બની ગઈ છે.

ચોથી ફિલ્મ છે ખ્યાતનામ અને કૈંક હટકે કરવા માટે જાણીતા ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરની બહુચર્ચિત ફિલ્મ ‘પેજ થ્રી’ : ભંડારકર કાયમ પોતાની ફિલ્મોમાં વાસ્તવિકતા લઇ આવવા માટે જાણીતા છે. આ ફિલ્મમાં કોર્પોરેટ જગત અને પત્રકારત્વનો સમન્વય કરીને તેમાં ચાલતાં વ્યવહારો અને ઉતારચઢાવ વિષે બખૂબી માહિતી આપવામાં આવી છે. સંધ્યા મૃદુલ, તારા શર્મા અને કૉકણા સેન અભિનીત આ ફિલ્મ અત્યંત લાગણીશીલ ફિલ્મી  પત્રકારની  વાર્તા કહે છે.

પાંચમી ફિલ્મ છે ‘મદ્રાસ કાફે’ : આટલી હાર્ડ-હિટિંગ ફિલ્મનો આધાર શ્રીલંકાના ગૃહયુદ્ધ હતો. જ્હોન અબ્રાહમે મેજર વિક્રમ સિંહની ભૂમિકા ભજવી હતી, જ્યારે નરગીસ ફખરીએ યુવાન અને નિર્ભય બ્રિટિશ પત્રકાર જયા સાહનીની ભૂમિકા ભજવી હતી, જે સત્યને ઉજાગર કરવા માટે બે વાર વિચારતી નથી. ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાનની હત્યાનું કાવતરાની જન થતાં જ નિર્ભય પત્રકાર શું કરે છે અને કેવી રીતે આ ફિલ્મ આગળ વધે છે, એ તો તમારે જાતે જ જોવું જોઈએ.

છઠ્ઠી ફિલ્મ છે : ‘લક્ષ્ય’ જે 2004ની ફિલ્મ છે જેનું નિર્દેશન ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે અને રિતેશ સિધવાણી દ્વારા નિર્મિત છે. તેમાં અમિતાભ બચ્ચન, હૃતિક રોશન અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય ભૂમિકામાં છે જેમાં બોમન ઈરાની અને અંજુલા બેદી સહાયક ભૂમિકામાં છે. 1999ના કારગિલ યુદ્ધ પર આધારિત, આ ફિલ્મ કરણ શેરગીલ વિશે છે, જે દિલ્હીના એક લક્ષ્યહીન અને આળસુ છોકર વિષે છે, જે ફક્ત કુતૂહલ માટે  ભારતીય સેનામાં જોડાય છે અને છેવટે તેની ગર્લફ્રેન્ડ રોમિલા દત્તાને તેના પર ગર્વ કરાવવા માટે પોતાને એક સૈનિકમાં પરિવર્તિત કરે છે.આ  ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા ટીવી પત્રકાર રોમિલા દત્તા ઉર્ફે રોમીની ભૂમિકામાં જોવા મળી હતી, જે પત્રકારત્વ શબ્દ સાંભળ્યો ત્યારથી જ પત્રકારત્વ પ્રત્યે ઉત્સાહી છે. આ ફિલ્મે,વાસ્તવિક જીવનમાં, ઘણા યુવાનોને પત્રકારત્વને કારકિર્દી તરીકે લેવા માટે પ્રેરિત કર્યા હતા. રોમિલાનું  કારગીલ યુદ્ધનું તેના સાહસિક વલણ સાથેનું કવરેજ ફક્ત શબ્દો અને કલ્પના  બહારનું  હતું! તે જ સમયે, કેપ્ટન કરણ શેરગિલ (રિતિક રોશન) સાથેના તેના સંબંધો ચોક્કસપણે ફિલ્મની ખાસિયત બની ગયા. આમ આ ફિલ્મ પણ ખાસ જોવા  જેવી છે!

સાતમી સુપરહિટ ફિલ્મ એટલે રાની મુખર્જી અને વિદ્યા બાલનના દમદાર અભિનય વાળી ફિલ્મ ‘નો વન કિલ્ડ જેસિકા’. જેમાં પત્રકાર મીરા ગેટી તરીકેની રાની મુખરજીના પાત્રને યોગ્ય રીતે વર્ણવે છે. ફિલ્મમાં રાનીએ રીલ-લાઇફ પત્રકારની ભૂમિકા ભજવી હોવા છતાં, તેના અભિનયની ઘણા રીલ-લાઇફ પત્રકારોએ પ્રશંસા કરી હતી.

આઠમી ફિલ્મ છે સોનાક્ષી સિન્હાની ‘નૂર’ ફિલ્મ. સોનાક્ષી પોતે  નૂરની મુખ્ય ભૂમિકા ભજવે છે, જે વ્યવસાયે પત્રકાર છે. તેના જીવનમાં આવતા બદલાવો અને કારકિર્દી સાથેના પડકારોને તેણે બખૂબી નીભ્વાઈ બતાવ્યા છે. આ ફિલ્મની વાર્તામાં જ્યારે નૂર ગેરકાયદેસર અંગોની હેરાફેરી કરે છે. આ ઘટના તેની કારકિર્દી બનાવી શકે છે અથવા તોડી શકે છે. ત્યારે તેનું આ પગલું ગુનેગારોને ખુલ્લા પાડવા માટેનું હોય છે, તે વાત અહીં સરસ રીતે વણી લેવી છે.  એક પત્રકાર તરીકે સોનાક્ષીના અભિનયને ઘણા લોકો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો.

તો આ આઠ ફિલ્મો જોઇને તમે ચોક્કસ પત્રકારત્વ ક્ષેત્રના લોકો પર ગર્વ કરશો અને તેમના જીવન વિષે કેટલીયે બાબતો જાણી શકશો.

(ફોટો: ફાઈલ)