Site icon Revoi.in

તહેવોરાની સીઝનમાં થર્ડ વેવની શક્યતા? ડૉ. ગુલેરિયાએ આપ્યા મહત્વના સૂચનો

Social Share

નવી દિલ્હી: દેશમાં તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે ત્યારે તેની સાથોસાથ દેશમાં ત્રીજી લહેરની આશંકા પણ વધુ પ્રબળ બની રહી છે કારણ કે બીજી લહેરની શરૂઆત પણ તહેવારોની સીઝન બાદ જ થઇ હતી. બીજી લહેર દરમિયાન દેશમાં અનેક જગ્યાએ ઑક્સીજનની અછત, બેડની અછત, ટપોટપ મૃત્યુ પામતા લોકોની તસવીરોની કેટલીક ભનાયક તસવીરોએ ઘાતક બીજી લહેરની ભયનાકતા બતાવી હતી. હવે ફરીથી તહેવારોની સીઝન દરમિયાન ત્રીજી લહેરની આશંકાને જોતા એમ્સના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ લોકોને કેટલાક સૂચનો કર્યા છે.

ડૉક્ટર ગુલેરિયાએ લોકોને ચેતવણી આપી હતી કે, તહેવારોની ઉજવણીની કરીને ખુશી મનાવો પરંતુ તહેવારોમાં ઘરે ખુશી લાવો, કોરોના સંક્રમણ નહીં. મારી બધા લોકોને સલાહ રહેશે કે તમે તહેવારો મનાવો પરંતુ તે રીતે ઉજવો જેનાથી કોઇ સંક્રમણ ના ફેલાય. કોવિડ એપ્રોપિએટ બિહેવિયર અપનાવો. તે પણ યોગ્ય નથી કે આપણે તહેવોરાની ઉજવણી કરી પરંતુ તેના કારણે આપણા વિસ્તારમાં કેસ વધી ગયા અને ઘણા લોકોએ હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઘણા તહેવાર આવી રહ્યાં છે જેની ઉજવણી આપણે પરિવાર અને મિત્રો સાથે કરવા ઇચ્છીએ છીએ. પછી તે દશેરા હોય, દૂર્ગા પુજા હોય, કરવા ચોથ, દિવાળી હોય કે છઠ પૂજા હોય, આવા અનેક તહેવારો આવી રહ્યા છે. જો કે તહેવારોની સાથે સાવચેતી રાખવી પણ અનિવાર્ય છે.

કોરોના સંક્રમણને રોકવા માટે કોવિડ એપ્રોપિએટે બિહેવિયર આવશ્યક છે. હંમેશા માસ્ક પહેરીને રાખો, તેને સારી રીતે લગાવી રાખો જેનાથી આપણે ઇન્ફેક્શન ના થાય અને આપણાથી કોઇને ઇન્ફેક્શન ના થાય. સામાજીક અંતર બનાવી રાખો, હાથ વારંવાર ધોવો અને ભીડભાડ ના થવા દો. આ બધા પગલાં ડૉ. રણદીપ ગુલેરિયાએ સૂચવ્યા છે.