Site icon Revoi.in

હવે માત્ર એક ડોક્યુમેન્ટથી તમામ કામકાજ પૂર્ણ થઇ જશે, સિંગલ Digital IDથી થશે કામ

Social Share

નવી દિલ્હી: હવે દેશમાં તમારે કોઇપણ સરકારી કામકાજ માટે માત્ર એક જ આઇડી આપવાનું રહેશે. હવે તમારે આધાર, પાન કે લાયસન્સને વેરિફિકેશન માટે અલગ અલગ આઇડી આપવાની જરૂર રહેશે નહીં.

મોદી સરકારની સિંગલ આઇડીના પ્રોજેક્ટથી લોકોને એક સાથે અનેક ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. તેનું કારણ એ છે કે ગ્રાહકોના આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ ઉપરાંત ઘણા ડોક્યુમેન્ટ્સ એક બીજાને લિંક રહેશે. આધાર, પાન અને લાયસન્સ વેરિફિકેશન માટે અલગ અલગ આઇડી આપવાની જરૂરી નહીં પડે. તેના પર અત્યારે ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે.

પ્રસ્તાવિત ડ્રાફ્ટમાં મંત્રાલયે પોતાની રાય આપતા જણાવ્યું કે, “આ સિંગલ ડિજિટલ આઈડી દરેક નાગરિકને તેના ઓળખ પત્રને નિયંત્રણમાં રાખીને સશક્ત બનાવશે અને તેમને તે પસંદ કરવાનો ઓપ્શન આપશે કે કયા ઉદ્ધેશ માટે તેનો ઉપયોગ કરવા માંગે છે.

સિંગલ ડિજિટલ આઈડીમી સુવિધા ફક્ત કેન્દ્ર શાસિત રાજ્ય માટે નહીં, તે ઉપરાંત અલગ અલગ રાજ્યના લોકો પણ કરી શકે છે. ત્યાં પણ ઓળખ પત્રોને એક સાથે રાખવામાં આવી શકશે. આ ઉપરાંત ઈકેવાયસીની મદદથી આ Digital IDનો ઉપયોગ થર્ડ પાર્ટી સર્વિસનો ફાયદો ઉઠાવવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે.

નોંધનીય છે કે, મંત્રાલયે ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ આર્કિટેક્ચર 2.0 હેઠળ પ્રસ્તાવ રજૂ કર્યો છે. IndEAને પહેલી વખત 2017માં સરકારી સંગઠનોના વ્યાવસાયિક દષ્ટિકોણની સાથે IT Developmentને સક્ષમ કરવા માટે પ્રસ્તાવિત અને ડિજિટલ કરવામાં આવ્યું હતું. જેને તે સમયે અપડેટ કરવામાં આવ્યો હતો.