Site icon Revoi.in

ભારતીય કંપની રશિયાની Sputnik Vનું કરશે ઉત્પાદન, બનાવશે 20 કરોડ ડોઝ

Social Share

નવી દિલ્હી: ભારતમાં હવે રશિયાની કોરોના વાયરસ વેક્સીન Sputnik Vનું ઉત્પાદન થશે. દવા બનાવતી એક ભારતીય કંપની બે ડોઝની આ વેક્સીનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. રશિયાની Sputnik V કોરોના વાયરસ વેક્સીન બનાવનાર કંપનીએ કહ્યું હતું કે, તેમણે ભારતની બેંગાલુરુની એક ડ્રગ બનાવતી કંપની સાથે કરાર કર્યો છે.

સ્પુતનિક વી વેક્સીન બનાવવામાં સહયોગ કરનારી રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્ટેલિસ બાયોફાર્મા સાથે તેમણે ભાગીદારી કરી છે. જે રશિયાની સ્પુતનિક વી વેક્સીનના 200 મિલિયન ડોઝનું ઉત્પાદન કરશે.

RDIFના પ્રમુખ કિરિલ દિમિત્રેગે જણાવ્યુંતું કે આ મહત્વપૂર્ણ વેક્ન સ્ટેલિસ સાથે વૈશ્વિક તરે વેક્સીન વિતરણ કરવામાં મદદરૂપ થશે. 53 દેશોએ રશિયાની Sputnik Vના ઉપયોને મંજૂરી આપી છે. મોસ્કોમાં મોટા પાયા પર ક્લિનિકલ ટ્રાયલ પહેલા ઑગસ્ટમાં રસીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ વેક્સીન સુરક્ષિત છે અને 90 ટકાથી વધારે અસરકારક છે.

નોંધનીય છે કે રશિયાની Sputnik V વેકસીનને લઇને લોકોએ અગાઉ શંકા વ્યક્ત કરી હતી. રશિયામાં આ વેક્સીન આપવામાં આવી રહી છે.

(સંકેત)