Site icon Revoi.in

પ્રદૂષણના ખોટા આંકડા રજૂ કરવા પર સુપ્રીમની સરકારને ફટકાર, આંકડાઓમાં કોઇ તથ્ય નથી

Social Share

નવી દિલ્હી: દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો છે. સુપ્રીમ કોર્ટે સરકારને વેધક સવાલો કર્યા હતા અને પ્રદૂષણ નિયંત્રણ માટે શું કામગીરી કરી તેનો રિપોર્ટ માંગ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવતા કહ્યું ક, સમસ્યા એ જોવા મળી રહી છે કે લોકોની બહુ જ અપેક્ષા કે કોર્ટ કામ કરી રહી છે પરંતુ સરકાર કોઇ કામ નથી કરી રહી. કેટલાક અખબારોમાં રિપોર્ટ છે કે કોર્ટ દ્વારા લેવાયેલા પગલાં બાદ પ્રદૂષણમાં 40 ટકાનો ઘટાડો થયો છે પરંતુ અમને અંદાજ નથી કે આમાં કેટલું તથ્ય છે.

કોર્ટે વધુમાં ઉમેર્યું કે, મજૂરોએ પણ બાંધકામ શરૂ થાય તે માટે માંગણી કરી છે. ખેડૂતો પણ માગ કરી શકે છે કે તેમને પરાળી સળગાવવાની અનુમતી આપવામાં આવે. હાલ પ્રદૂષણ ઓછું થયું હશે પણ અમે આ મામલાને બંધ નથી કરવાના. અમે આ મુદ્દે સુનાવણી જારી રાખીશું.

આ દરમિયાન કોર્ટે એર ક્વોલિટી ઇંડેક્સ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે હાલ 381 છે અને તમે જે આંકડો આપ્યો તે 290નો છે. આ સાચો ન હોઇ શકે. અમને નથી લાગી રહ્યું કે કોઇ મોટો ફેરફાર થયો હોય.

હાલ ભલે પ્રદૂષણ થોડુ ઓછુ થયું હોય પણ ફરી ગંભીર પરિસિૃથતિનું નિર્માણ થઇ શકે છે. જેને ઓછુ કરવા માટે આગામી બેથી ત્રણ દિવસમાં વધુ પગલા લેવામાં આવશે. સોમવારે હવે આ મુદ્દે કોર્ટમાં વધુ સુનાવણી થશે.