Site icon Revoi.in

દિલ્હી ઓક્સિજન સપ્લાયનો મામલો: સુપ્રીમની કેન્દ્ર સરકારને ફટકાર, કહ્યું અમને આકરા પગલાં લેવા મજબૂર ના કરો

Social Share

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને ત્યાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. આ વચ્ચે ઓક્સિજન સપ્લાયને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર ફિટકાર વરસાવી હતી કે, અમને આકરા નિર્ણયો લેવા માટે મજબૂર ના કરો. અગાઉ દિલ્હી સરકારે કોર્ટમાં કહ્યું હતું કે તેમના આદેશ બાદ પણ દૈનિક 700 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાઇ કરવામાં આવી રહી નથી.

દિલ્હી સરકારની ફરી રજૂઆત બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવાનો નિર્દેશ કર્યો છે. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ આદેશની સમીક્ષા ના થાય ત્યાં સુધી સપ્લાય ચાલુ રાખવો પડશે.

સુપ્રીમ કોર્ટની બેંચે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, અમને કોઇ કડક નિર્ણય લેવા માટે મજબૂર ના કરો. આદેશ છે કે દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય નક્કી કરે. અગાઉ પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દિલ્હીમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં આપવા માટે કહ્યું હતું. જો કોઇ છુપાવવા માટે નથી તો સરકાર દેશને જણાવે કે કઇ રીતે કેન્દ્ર સરકાર ઓક્સિજનની ફાળવણી કરી રહી છે.

નોંધનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાયની માંગ કરી છે. દિલ્હીને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન મળે છે તો તે નક્કી કરશે કે પ્રદેશમાં કોઇ દર્દીનું મોત ઓક્સિજનની અછતને કારણે ના થાય.

(સંકેત)