Site icon Revoi.in

દિવાળી પૂર્વે આ મામલે સુપ્રીમની કેન્દ્રને ફટકાર, આદેશનું ઉલ્લંઘન નહીં ચલાવી લેવાય

Social Share

નવી દિલ્હી: દિવાળી પર્વ આવી રહ્યું છે ત્યારે ફટાકડા પર પ્રતિબંધ અંગેની ધારણાને સુપ્રીમ કોર્ટની બેંચે દૂર કરી હતી અને કહ્યું હતું કે, કોઇ ચોક્કસ જૂથ અથવા સમુદાય વિરુદ્વ આ પ્રતિબંધ નથી. ઉજવણીની આડમાં નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન કરવાની મંજૂરી આપી શકે નહીં. જસ્ટિસ એમ.આર.શાહ અને એએસ બોપન્નાની બેંચે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે તેઓના આદેશનો સંપૂર્ણપણે અમલ ઇચ્છે છે.

ફટાકડા ઉત્પાદકોને લઇને કહ્યું હતું કે, તમે ફટાકડા ઉત્પાદકો ઉજવણીની આડમાં નાગરિકોના જીવ સાથે રમત ના કરી શકો. અમે કોઇ ચોક્કસ સમુદાયના વિરોધમાં નથી. બેંચે કહ્યું કે અમે એક મજબૂત સંદેશ આપવા માંગીએ છીએ કે અમે નાગરિકોના મૂળભૂત અધિકારોની સુરક્ષા માટે જ અહીંયા છીએ.

સુપ્રીમ કોર્ટની બેંચે સ્પષ્ટ કહ્યું હતું કે, ફટાકડા પર પ્રતિબંધ મૂકતો પ્રથમ આદેશ વિગતવાર કારણો દર્શાવીને પસાર કરવામાં આવ્યો હતો. તમામ ફટાકડા પર પ્રતિબંધ નથી. આ વ્યાપક જાહેર હિતમાં હતું. એક ખાસ છાપ બનાવે છે. એવું અનુમાન ના કરવું જોઇએ કે તેના પર કોઇ ખાસ હેતુસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગત વખતે પણ અમે ઉલ્લેખ કર્યો હતો કે અમે આનંદના માર્ગમાં નથી આવી રહ્યા પરંતુ અમે લોકોના મૂળભૂત અધિકારોના માર્ગમાં આવી શકીએ નહીં.

બેંચે એવું પણ કહ્યું કે, આજે પણ ફટાકટા બજારમાં નિ:શુલ્ક ઉપલબ્ધ છે. અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે અમે લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટે છીએ. અમે ફટાકડા પર 100 ટકા તો પ્રતિબંધ લાદ્યો જ નથી. બધા જાણે છે કે દિલ્હીના લોકો કેવી રીતે પીડાઇ રહ્યાં છે.

અગાઉ, સર્વોચ્ચ અદાલતે છ નિર્માતાઓને કારણ દર્શાવવા આદેશ આપ્યો હતો કે શા માટે તેઓને તેમના આદેશોની અવમાનના બદલ દંડ ન કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે ફટાકડા પર પ્રતિબંધને ધ્યાનમાં રાખીને રોજગારની આડમાં અન્ય નાગરિકોના જીવનના અધિકારનું ઉલ્લંઘન કરી શકે નહીં.