Site icon Revoi.in

સુપ્રીમનો ચુકાદો: એક વાર પોલિસી આપ્યા બાદ આ સંજોગમાં વીમા કંપનીઓ ક્લેમ રદ નહીં કરી શકે

Social Share

નવી દિલ્હી: વીમા પોલિસીની લઇને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જે અનુસાર એક વાર પોલિસી કાઢ્યા બાદ વીમા કંપની વર્તમાન તબીબી સ્થિતિનું કારણ આપીને પોલિસી રદ કરી શકશે નહીં.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં માહિતી આપી છે કે, વિમાકર્તા પોલિસી કાઢ્યા બાદ પ્રસ્તાવ ફોરમમમાં વિમાધારક દ્વારા દર્શાવવામાં આવેલ વર્તમાન તબીબી સ્થિતિનું કારણ આપીને પોલિસી રદ કરી શકે નહીં.

ચુકાદો આપતા જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ બી વી નાગરથનાની બેંચે કહ્યું હતું કે, વીમા કંપનીને આપવામાં આવતી માહિતીમાં તમામ મહત્વપૂર્ણ તથ્યો જાહેર કરવાની વિમાધારકની ફરજ છે.

એવું માનવામાં આવે છે કે ઓફર કરેલા વીમાને લગતી તમામ હકીકતો  અને તથ્યો તે અગાઉથી જાણે છે.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે જો કે અરજી કરનાર વ્યક્તિ તે જ જાહેર કરી શકે છે જેની તેને જાણ હોય છે. જે સ્થિતિનો તેને પરિચય નથી તેની જાણ તે કેવી રીતે કરે?

તાજેતરના ચુકાદામાં, બેન્ચે જણાવ્યું હતું કે, “એકવાર વીમાધારકની તબીબી સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી પોલિસી આપી દીધી, તો પછી વીમાદાતા કંપની તેની હાલની તબીબી સ્થિતિને કારણે દાવો નકારી શકે નહીં, જે વીમો લેનાર વ્યક્તિએ ફોરમમાં જણાવ્યું જ હતું.