Site icon Revoi.in

પેગાસસ જાસૂસી કાંડ: આવતીકાલે સુપ્રીમ સંભળાવશે પોતાનો નિર્ણય

Social Share

નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મામલે સમગ્ર દેશમાં હોબાળો મચ્યા બાદ તેની કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસ માટેની માંગ સાથે અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થવા જઇ રહી છે. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની ખંડપીઠ આ મામલે આદેશ આપશે.

આપને જણાવી દઇએ કે પેગાસસ જાસૂસી કાંડને લઇને સામે આવેલા અહેવાલો બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ બાદ તેની તપાસ માટે વકીલ એમએલ શર્મા, માકપા સાંસદ જોન બ્રિટાસ, પત્રકાર એન રામ, પૂર્વ IIM પ્રોફેસર જગદીપ ચોકકર, નરેન્દ્ર મિશ્રા, પરંજોય ગુહા, રૂપેશ કુમાર, આબ્દી, પૂર્વ નાણા મંત્રી યશવંત સિંહા દ્વારા અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

અગાઉ સુપ્રીમ કોર્ટમાં પેગાસસને લઇને 13 સપ્ટેમ્બરના રોજ સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, તેઓ આ મામલે સોગંદનામુ દાખલ કરવા જઇ રહ્યા નથી. સરકારે સોગંદનામુ દાખલ કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, આ સાર્વજનિક ચર્ચાનો વિષય ના હોવાથી સોગંદનામુ દાખલ નહીં કરે પરંતુ તપાસ માટે પેનલની રચના કરશે.

કેન્દ્ર સરકારના ઇનકાર પર સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી હતી કે તમે વારંવાર તેની પર પાછા જઇ રહ્યાં છો. અમે જાણવા ઇચ્છીએ છીએ કે સરકાર અત્યારસુધી શું કરી રહી હતી. અમે રાષ્ટ્રીય હિતના મુદ્દા તરફ જઇ રહ્યા નથી. અમારી સીમિત ચિંતા લોકો વિશે છે. સમિતિની નિયુક્તિ કોઇ મુદ્દો નથી.