Site icon Revoi.in

ઓરિસ્સા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી નોકરીમાં વય મર્યાદામાં કર્યો 6 વર્ષનો વધારો

Social Share

નવી દિલ્હી: ઓરિસ્સાની સરકારે રાજ્યના યુવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં સરકારી નોકરીઓ માટેની વય મર્યાદા 32 વર્ષથી વધારીને 38 વર્ષ કરી દીધી છે. રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટે વય મર્યાદાને હાજર 32 થી 6 વર્ષ વધારીને 38 વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. તે ઉપરાંત મહિલા કર્મચારીઓ માટે માતૃત્વ અવકાશને 90 દિવસથી વધારીને 180 દિવસ કરી દેવાયો છે.

ઓરિસ્સામાં મુખ્યપ્રધાન નવીન પટનાયકની અધ્યક્ષતા હેઠળ કેબિનેટની બેઠક યોજાઇ હતી. તેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કેબિનેટે રાજ્ય સિવિલ સેવાઓ માટે વય મર્યાદા 32 વર્ષથી વધારીને 38 વર્ષ કરી દીધી છે. પુરુષ ઉમેદવાર માટે વય મર્યાદા ત્રણ વર્ષ વધારી દેવાઇ છે જ્યારે મહિલા ઉમેદવાર માટે વય મર્યાદા પાંચ વર્ષ વધારી દેવાઇ છે. સંશોધિત વય મર્યાદા 2021માં શરૂ કરી દેવાઇ અને 2022 અને 2023માં કરનારી ભરતી પ્રક્રિયા લાગુ થશે.

કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને અપાયેલી લીલી ઝંડી બાદ મુખ્ય સચિવ સુરેશચંદ્ર મહાપાત્રે કહ્યું કે, સરકારે સિવિલ સેવા સુધી પહોંચ માટે વય મર્યાદાને 32થી 38 વર્ષ માટે ત્રણ વર્ષ માટે 2023 સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. જે કોવિડની સ્થિતિને કારણે ભરતી પરીક્ષામાં હાજર રહેવામાં અસમર્થ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.