Site icon Revoi.in

રાજ કુંદ્રાની જામીન અરજીનો પોલીસે કર્યો વિરોધ, કુંદ્રા દેશ છોડી ભાગી જાય તેનો ડર

Social Share

મુંબઇ: પોર્નોગ્રાફી કેસમાં જેલની હવા ખાઇ રહેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને લઇને રોજ નવા નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે.

આ બધા વચ્ચે રાજ કુન્દ્રાએ હવે જામીન માટે કોર્ટ સમક્ષ અરજી કરી છે અને જો કે તેની સુનાવણી દરમિયાન મુંબઇ પોલીસે રાજ કુંદ્રાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. પોલીસે કોર્ટને એવું કહ્યું હતું કે, જો રાજ કુંદ્રાને જામીન આપવામાં આવ્યા તો અમને લાગે છે કે, તે પણ કદાચ મેહુલ ચોક્સી તેમજ નિરવ મોદીની જેમ વિદેશ ભાગી શકે છે.

મુંબઈ પોલીસ પોર્ન ફિલ્મોના રેકેટમાં રાજ કુન્દ્રા જ માસ્ટર માઈન્ડ હોવાનુ માની રહી છે. આ રેકેટના તાર વિદેશ સુધી જોડાયેલા હોવાની પોલીસને આશંકા છે. સાથે સાથે રાજ કુન્દ્રા બ્રિટિશ નાગરિક પણ છે ત્યારે પોલીસને લાગે છે કે, જામીન મળતા જ તે બ્રિટન ભાગી જવાનો ડર છે.

રાજ કુન્દ્રાએ જામીન માટે જે દલીલ કરી છે તેમાં તેમનુ કહેવુ છે કે, પોલીસે એપ્રિલમાં આ મામલામાં ચાર્જશીટ રજૂ કરી હતી અને તે વખતે મારૂ નામ તેમાં હતુ નહીં. બીજી તરફ ચાર્જશીટમાં જેમના નામ છે તેમને જામીન મળી ચુકેલા છે.

પોલીસનુ કહેવુ છે કે, રાજ કુન્દ્રાને જામીન મળ્યા તો સમાજમાં ખોટો સંદેશ જશે અને આ પ્રકારના અપરાધો ફરી પણ થવાની શક્યતા રહેશે.

નોંધનીય છે કે,  કુન્દ્રાની જામીન અરજી પર 20 ઓગસ્ટે વધુ સુનાવણી થવાની છે. હાલમાં તો તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.