Site icon Revoi.in

હિન્દુ એક્તા મહાકુંભ: RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવતનો સંકલ્પ: હિન્દુ ધર્મના સંરક્ષણ માટે આજીવન કાર્યરત રહીશ

Social Share

નવી દિલ્હી: ચિત્રકૂટમાં હિન્દુ એક્તા મહાકુંભને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે સંબોધિત કરી હતી. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, હિંદુ ધર્મ છોડીને અન્ય ધર્મ જે લોકોએ અપનાવ્યો છે તેની ઘરવાપસીનો સમય આવી ચૂક્યો છે. કળયુગમાં એકતા જ શક્તિ છે. તેથી આપણે અહંકાર, સ્વાર્થ, છોડીને કામ કરવું અનિવાર્ય છે. તેઓએ હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણ માટે લોકોએ આગળ આવવા માટે આહવાન કર્યું હતું.

મહાકુંભ દરમિયાન મોહન ભાગવતે શપથ લેવડાવ્યા હતા કે, હિન્દુ સંસ્કૃતિના ધર્મયોદ્વા મર્યાદા પુરુષોતમ શ્રીરામજીના સંકલ્પસ્થળ પર સર્વશક્તિમાન પરમેશ્વરને સાક્ષી માનીને સંકલ્પ લઉં છું કે હું મારા પવિત્ર હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ તેમજ હિન્દુ સમાજના સૌરક્ષણ, સંવર્ધન તેમજ સુરક્ષા માટે આજીવન કાર્યરત રહીશ. હું પ્રતિજ્ઞા લઉં છું કે કોઇપણ હિન્દુ ભાઇને હિન્દુ ધર્મથી દૂર નહીં થવા દઉં. તથા જે ભાઇઓ હિન્દુ ધર્મ છોડી ચૂક્યા છે તેમની ઘરવાપસી માટે પણ કામ કરતો રહીશ અને તેમને પરિવારનો હિસ્સો બનાવીશ.

આ મહાકુભં દરમિયાન જગદગુરુ રામચંદ્રાચાર્ય મહારાજે કહ્યું હતું કે, આપણે હિન્દુઓની એકતાની શરૂઆત હવે કરી દીધી છે. એથી અયોધ્યા, કાશી બાદ હવે મથુરાનો વારો છે. આ આયોજનમાં હિન્દુઓની સાથે થઇ રહેલા અન્યાય, મઠ મંદિરોની સુરક્ષા, ધર્માંતરણ પર રોક, જનસંખ્યા નિયંત્રણ, રાષ્ટ્રવાદ અને યુનિફોર્મ સિવિલ કોડ, લવ જેહાદ, ગૌરક્ષા, સામાજિક સમરસતા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ કાર્યક્રમમાં દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારી પણ ઉપસ્થિત રહ્યા હતા.