Site icon Revoi.in

કોરોના સંકટકાળ દરમિયાન પ્રભાવિત થયેલ શૈક્ષણિક ક્ષેત્રમાં થશે કેટલાક ફેરફારો

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન મોટા પાયે શૈક્ષણિક નુકસાન થયું હતું. આ અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ચિંતા વ્યક્ત કરી છે. કોરોના મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉનને કારણે શાળા, શિક્ષણ, વિદ્યાર્થીઓને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. આ નુકસાનને દૂર કરવા માટે, શિક્ષણ મંત્રાલય શાળા વ્યવસ્થામાં ફેરફારો લાવવા જઇ રહ્યું છે.

શિક્ષણ મંત્રાલય દ્વારા શાળા વ્યવસ્થામાં ફેરફારની પ્રક્રિયાની ભાગરૂપે NCERT સમગ્ર દેશમાં શાળાના શિક્ષકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે. તેમજ લાખો વિદ્યાર્થીઓને મદદ કરવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે.

શિક્ષણ મંત્રાલયે લોકડાઉન અવધિને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે વધુ સંસ્થાઓને ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ અભ્યાસક્રમોને (Distance Learning Course) મંજૂરી આપવાના નિયમોમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે તેવું ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું.

NCERT દ્વારા 35 લાખથી વધુ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. નોંધનીય છે કે NCERT એટલે કે શૈક્ષણિક સંશોધન અને તાલીમની રાષ્ટ્રીય પરિષદ 3, 5, 8 અને 10ના બાળકોની શીખવાની સિદ્ધિનું મૂલ્યાંકન કરવા માટે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કરે છે. તે જ સમયે શાળાઓ પર કોવિડ-19 રોગચાળાની અસરને સમજવા માટે NCERT દ્વારા શાળાઓની સામાજિક-આર્થિક સ્થિતિ પર એક સર્વે કરવામાં આવશે.